ઝીલ-દલ August 21, 2006
Posted by Jaydeep in મારી કવિતા.trackback
શાને આજે ઝીલ-દલ આટલું ખળભળે છે?
કે પછી મારી જેમ કોઈની યાદમાં તડપે છે?
સુના સૂના પહાડો અને વેરાન ભૂરું આકાશ
ચોતરફ સુનકારમાં ફક્ત મારું દિલ ધબકે છે
ખુલ્લી આંખે સપના જોતા હવે શીખવું પડશે
નીંદ મારી સાથે રોજ સાતતાળી કેમ રમે છે
પંખીઓનું ગાન છે કે છે વિરહનો શોર
આભાસ એવો થાય છે કે કોઈ મને પૂકારે છે…
–જયદીપ
સરસ અભિવ્યક્તિ છે… તમારી લખેલ છે?
Nice one…
“ખુલ્લી આંખે સપના જોતા હવે શીખવું પડશે
નીંદ મારી સાથે રોજ સાતતાળી કેમ રમે છે ” good lines
Inspired with this poem..wrote some lines
નિશબ્દ ધરાને નિશબ્દ ભૂરું આકાશ,
પંખીનો પણ આજે ક્યાંય કલશોર નથી
ખળખળ વહેતી સરવાણી પણ અટકી છે,
કદાચ, એ પગરવ આજે પરખાઈ જાય…
- Neha