ગુજરાત: પ્રગતિના પંથે સદા અગ્રેસર… August 18, 2006
Posted by Jaydeep in પ્રકીર્ણ.add a comment
પ્રચંડ ધરતીકંપ જેને ધ્રુજાવી ના શક્યો, કોમી રમખાણો જેને રોળી ના શક્યા એ ગુજરાતને પૂરપ્રકોપ રૂપે આવેલી વધુ એક કુદરતી આફત પણ ઝૂકાવી નહી શકે. એવુ પ્રતીત થઈ રહ્યુ છે કે ગુજરાત હવે આફતોથી ટેવાઈ ગયુ છે. કુદરતી અને જ્યારે કુદરત મહેરબાન હોય ત્યારે માનવસર્જિત આફતો હંમેશા ગુજરાતની મહેમાન બની છે. પણ ગુજરાતની પ્રજાએ તમામ આફતોનો પોતાની આગવી ખુમારીથી મુકાબલો કર્યો છે. મને એવુ લાગ્યુ છે કે ગુજરાતની પ્રજા સરકારી મદદ આવે ત્યા સુધી હાથ જોડીને બેસી નથી રહેતી, પરંતુ જાતે બેઠી થવા લાગે છે.
કહેવાતા રાષ્ટ્રીય માધ્યમોનો ગુજરાત પ્રત્યેનો ‘વિશીષ્ટ પ્રેમ’ હવે કોઈથી અછતો રહ્યો નથી, ત્યારે કેટલાક પરિબળો એવા પણ છે કે જેને કારણે ગુજરાત પોતાની આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિ આ બધી આફતો હોવા છતા પણ જાળવી શક્યું છે.