jump to navigation

તું… September 4, 2006

Posted by Jaydeep in મારી કવિતા.
trackback

જુદાઈના  દિવસોની યાદ ના અપાવ તું

મિલનની  મહેંકને  ઝાંખી ના  બનાવ તું

કહેવાનું  તો  ઘણું   સાચવ્યું  છે  હૈયામાં

બધુ સાથે જ સાંભળવાની જીદ ના કર તું

શું શું  ગુમાવ્યું  છે    વસમા  વિરહમાં

હિસાબ લગાવવાની ઉતાવળ ના કર તું

નિ:શબ્દ  રાત્રિઓ  ને  સુના સુના દિવસો

એ શૂન્યાવકાશને અચાનક ભરી ના દે તું

                                     –જયદીપ

              **********

Comments»

1. Urmi Saagar - September 8, 2006

સુંદર અભિવ્યક્તિ!

જયદીપ, તમને અમારા નવા ‘સહિયારું સર્જન’ બ્લોગમાં ભાગ લઇ કંઇક સર્જન કરવાનું આમંત્રણ આપું છું…. please visit the blog!

ઊર્મિસાગર
http://www.urmi.wordpress.com
http://www.sarjansahiyaaru.wordpress.com

2. Jaydeep - September 9, 2006

Sure, Urmi.
Thanks,
Jaydeep.