‘મીઠી માથે ભાત’ અને ‘Lucy Grey’ September 8, 2006
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.trackback
પ્રાથમિક શાળામાં ભણવામાં આવતું આ કાવ્ય, ત્યારે એટલી સમજણ ન હોવાં છતાંયે સ્પર્શી ગયેલુ. આજેય આ કાવ્ય વાંચતી વેળાએ હૃદયમાં ‘મીઠી ! મીઠી !’નાં પડઘા અચૂક પડે છે… શ્રી વિઠ્ઠલરાય આવસત્થીના આ કાવ્યનું વિષયવસ્તુ અને અંગ્રેજકવિ વર્ડ્ઝવર્થના કાવ્ય ‘Lucy Grey’ નું વિષયવસ્તુ સમાન છે. બહાર ગયેલી મા ને બરફના તોફાનમાં મદદ કરવા માટે હાથમાં ફાનસ લઈને લ્યુસી નીકળી પડે છે અને આપણી મીઠીની જેમ ક્યારેય ઘરે પાછી ફરતી નથી…
(દોહા)
ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.
નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.
શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.
કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર.
સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.
(ભુજંગી)
કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.
હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા’.
‘ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’
કહી એમ માથે લઈ ભાત ચાલી,
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.
(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.
ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.
હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત.
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.
ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં ઝકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂની બની સૌ વાટ !
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.
પ્હોંચી ઘેર પાંચો કરે ‘મીઠી! મીઠી! સાદ :
’મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ’.
પટલાણી આવી કહે: ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’
’મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !
બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ.
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,
ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ.
’મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કર વિલાપ.
પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.
ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?
મીઠી કાં મેલી ગઈ? –બોલે નહિ કંઈ રાન.
વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી—પોકે પોકે રોય.
’હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર.
નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
’મીઠી! મીઠી!’ નામથી રડતાં આખી વાટ.
વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠે માથે ભાત.
—વિઠ્ઠલરાય આવસત્થી
LUCY GREY
Oft I had heard of Lucy Gray,
And when I cross’d the Wild,
I chanc’d to see at break of day
The solitary Child.No Mate, no comrade Lucy knew;
She dwelt on a wild Moor,
The sweetest Thing that ever grew
Beside a human door!You yet may spy the Fawn at play,
The Hare upon the Green;
But the sweet face of Lucy Gray
Will never more be seen.
“To-night will be a stormy night,
You to the Town must go,
And take a lantern, Child, to light
Your Mother thro’ the snow.”
“That, Father! will I gladly do;
‘Tis scarcely afternoon—
The Minster-clock has just struck two,
And yonder is the Moon.”
At this the Father rais’d his hook
And snapp’d a faggot-band;
He plied his work, and Lucy took
The lantern in her hand.
Not blither is the mountain roe,
With many a wanton stroke
Her feet disperse, the powd’ry snow
That rises up like smoke.
The storm came on before its time,
She wander’d up and down,
And many a hill did Lucy climb
But never reach’d the Town.
The wretched Parents all that night
Went shouting far and wide;
But there was neither sound nor sight
To serve them for a guide.
At day-break on a hill they stood
That overlook’d the Moor;
And thence they saw the Bridge of Wood
A furlong from their door.
And now they homeward turn’d, and cry’d
“In Heaven we all shall meet!”
When in the snow the Mother spied
The print of Lucy’s feet.
Then downward from the steep hill’s edge
They track’d the footmarks small;
And through the broken hawthorn-hedge,
And by the long stone-wall;
And then an open field they cross’d,
The marks were still the same;
They track’d them on, nor ever lost,
And to the Bridge they came.
They follow’d from the snowy bank
The footmarks, one by one,
Into the middle of the plank,
And further there were none.
Yet some maintain that to this day
She is a living Child,
That you may see sweet Lucy Gray
Upon the lonesome Wild.
O’er rough and smooth she trips along,
And never looks behind;
And sings a solitary song
That whistles in the wind.
–William Wordsworth
‘મીઠી માથે ભાત’ મથાળું વાંચતા જ ભૂતકાળનાં સ્કુલનાં દિવસોમાં સરી પડાયું… પણ સાચી કબૂલાત કરું તો આ મથાળા સિવાય કવિતાનું બીજું કશું જ યાદ ના આવ્યું. આખી કવિતા વાંચ્યા બાદ જ્યારે આંખોમાં થોડાં ઝળઝળીયાં આવ્યા ત્યારે લાગ્યું કે હવે હું જ્યારે ભાત ખાઇશ ત્યારે મીઠી જરૂર યાદ આવવાની…!
ભૂતકાળનાં ખજાનામાંથી આ અણમોલ રત્ન શોધી લાવવાં બદલ ધન્યવાદ!
આભાર જયદીપ!
પ્રિય ઊર્મિ,
ભાત એટલે દાળ-ભાતવાળા ભાત નહીં, ભાત એટલે ભાથું, વાળું… બપોરવેળાના ભોજનને ગામઠી બોલીમાં ભાત કહે છે..
આ કવિતા મારી ખૂબ પ્રિય છે કારણકે નાનપણથી હું આ કવિતા હાલરડા તરીકે મારી દીકરી માટે ગાતી આવી છું.અને તે જયારે અમેરિકા ગઇ ત્યારે પણ આ કવિતા મારી પાસે ગવડાવીને,,રેકોર્ડ કરાવીને સાથે લઇ ગઇ છે.કે મમ્મી,જ્યારે તું બહુ યાદ આવે ત્યારે હું આ કવિતા સાંભળી લઉ અને મને થાય કે તું મારી પાસે જ છે.આમ આ કવિતા અમારી મા -દીકરી સાથે એક સેતુરૂપે સંકળાયેલ છે.આજે અહી આ જોઇને પુજાની (મારી દીકરી)લીલીછમ્મ યાદ થી મન અનાયાસે ભરાઇ આવ્યું.તેને પણ કહીશ.આભાર
This poem is so close to my heart…I had never read this poem until now….just heard it from my mom my whole life…Its like a symbolism of closeness for both me and my mom…I cant thank you enough for posting this…I love this so much that I had it recorded in my mom’s voice so that I can always have it with me…
સ્કુલનાં દિવસો યાદ આવી ગયાં. આ કવિતા ગાતા’તા અને ટીચર મોઢે યાદ કરવાનું કહેતાં પણ યાદ જ ના રહે ને.
નીલાબહેન, પૂજા અને નીલમબહેન,
ખરેખર એ કાવ્ય છે જ એવું. બાળપણ તો યાદ કરાવી જ દે, સાથોસાથ આંખ પણ ભીની કરી દે. આભાર માનવાની કોઈ જરૂર જ નથી. આવી સરસ રચનાઓ વધુને વધુ ગુજરાતીઓ સુધી પહોંચવી જ જોઈએ. તમે નસીબવંતા છો કે માતાના સ્વરમાં એ ઈચ્છો ત્યારે સાંભળી શકો છો.
ચાલો ત્યારે, અનુકુળતાએ અહીં આવતા રહેશો અને પ્રતિભાવો આપતા રહેશો.
–જયદીપ.
મારી દીકરી પુજા તો બહું ખુશ થઇ ગઇ આ વાંચી ને .અને મને કહે…તે કેમ આ કવિતા ન મૂકી?અને મારે મારી ભૂલ કબૂલ કરવી પડી.
ગુજરાતી બ્લોગ જગત મા ‘પરમ સમીપે’ ભૂલી ન જતા હો!!
wow, gr8 !! this poem wasnt is my course but i read it in my brother’s old text book and i used to read it and i really enjoy reading this poem.
Now i lost that book but lucky to find it on you blog, It feels really good to read it again. Thanks Jaydeep.
જયદીપભાઇ
નીરાંતે તમારી પ્રીય કવિતા જોતાં જોતાં આ નજરે ચઢ્યું ને બે દિવસ પહેલાંજ મારી દીકરી સાથે વાત કરતા આ કવિતાનો ઉલ્લેખ કર્યો હતો પણ મારા મનમાં કવિ તરીકે કૃષ્ણલાલ શ્રીધરાણી હતા
એક બીજી કવીતા હતી એક ઇડરનો વાણીયો યાદ છે
I have always wanted to find this poem. My 90+ old grandfather used to recite it to me as a small child. As the years passed he forgot the words and passed on without any of us his grandkids getting it. It is a poem to be remembered and I never forgot about it. So glad I found it here, now I can tell my family where to look. Thanks.