પરમ સમીપે September 21, 2006
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.trackback
મિત્રો,
આદરણીય કવિયત્રી કુન્દનિકા કાપડીયાનું આ કાવ્ય મને અતિશય પ્રિય છે. આ કાવ્ય જાણે હૃદય-આત્માને પ્રભુ સાથે જોડે છે. પ્રભુની કૃપા વિના આવી રચના શક્ય નથી. આપણે પણ પ્રભુની કૃપાને પાત્ર છીએ, એટલે જ આવી રચના અનુભવી શકવા મળી છે:
આમ તો રોજરોજ અમે
તમારી પાસે કંઈકને કંઈક માગતા હોઈએ છીએ, પ્રભુ !
પણ આજે હું કશું માગવા નથી આવી.
હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં
તમારી પાસે નિરાંતે બેસવા આવી છું.
અને આમ બેસવામાં મને કેટલું ઊંડુ સુખ છે
તે કહેવા આવી છું.
કોઈ પણ સ્થુલ પ્રાપ્તિમાં જાણી ન હોય
એવી એક અસીમ અવર્ણનીય શાંતિ
મારી ઉપર ઉતરે છે.
એક ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે.
તમને ચાહવાનું આ કેવડું મોટું સુખ
તમે અમને આપ્યું છે !
મારા નેત્રો તમને નિહાળી શકતા નથી
પણ મારું અસ્તિત્વ તમારાંથી વ્યાપ્ત છે.
મારા મસ્તક પર હું તમારો હાથ મુકાતો અનુભવું છું.
મારા મોં ને અડતી આ હવામાં
તમારો વત્સલ સ્પર્શ પામું છું.
મારી કોઈ માગણી નથી,
મને કશાની જરૂર નથી,
હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવી છું.
આ સભર એકાંતમાં, ભગવાન !
તમે છો ને હું છું.
આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં,
પરમપિતા,
હું તમારે ચરણે મારું હૃદય મુકું છું.
–કુન્દનિકા કાપડીયા
Simply Supertb..!!
Never read before. After reading this whole Poem feeling that Perhaps sooo, Many times i also pray to god like this way.
Thanks