jump to navigation

નવરાત્રી September 23, 2006

Posted by Jaydeep in રાસ-ગરબા.
trackback

image028.jpg 

નવલા નોરતાંનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત અને ગરબાને ક્યારેય અલગ કરી શકાય નહી. અત્યારે યાદ આવે છે, અમદાવાદની નવરાત્રીની રાતો, કે જે ક્યારેક મિત્રોના સંગાથે આખી રાત ઘૂમવામાં ગાળી હતી… જે મિત્રો ગુજરાતમાં છે તેમને આગ્રહ, કે નોરતા ભરપૂર માણજો…

છેલછબીલો ગુજરાતી

કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,

ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝનકાર.

લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,

લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર.

લાંબો ડગલો ને મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,

બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી.

અરે, તન છોટું પણ મન મોટું, છે ખમરવંતી જાતિ,

ભલે લાગતો ભોળો હું તો છેલછબીલો ગુજરાતી…

***********************************

Comments»

1. amitpisavadiya - September 24, 2006

નવરાત્રી ની શુભ કામનાઓ …

2. shivshiva - September 24, 2006

આ દોહાની સાથે ઘણા રાસ કે ગરબા મૂકી શકાય છે.

જેમ કે મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે