jump to navigation

નવરાત્રી September 24, 2006

Posted by Jaydeep in રાસ-ગરબા.
trackback

આજે બીજા નોરતે,  ‘મસ્તાન’ રચિત અંબામાનો ગરબો અને તે જ ઢાળમાં એક લોક ગરબો:

અંબા  માનાં ઊંચા મંદિર નીચા મોલ,

ઝરૂખડે    દીવા    બળે   રે    લોલ…

અંબા  માના  ગોખ ગબ્બર અણમોલ,

કે   શિખરે   શોભા   ઘણી  રે   લોલ…

આવી     આવી    નવરાત્રીની  રાત,

કે   બાળકો   રાસ   રમે   રે   લોલ…

અંબે    મા   ગરબે    રમવા   આવો

કે   બાળ   તારાં   વીનવે   રે  લોલ…

અંબે    માને    શોભે    છે   શણગાર

કે     પગલે   કંકુ   ઝરે   રે    લોલ…

રાંદલમા     રાસે     રમવા    આવો

કે   મુખડે   ફૂલડાં   ઝરે    રે   લોલ…

બહુચર    ગરબે    રમવા      આવો

કે     આંખથી     અમી  ઝરે  રે લોલ…

મા   તારું    દીવ્ય   અનુપમ    તેજ

તે   જોઈ   મારી   આંખ  ઠરે  રે લોલ…

ગરબો      તારો     બાળ    ગવરાવે

કે  મસ્તાન   તારા  પાયે પડે રે લોલ…

                               --મસ્તાન

રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ,

ઝરૂખડે દીવા બળે રે લોલ !

રાધાગોરી, ગરબે રમવા આવો,

સાહેલી સહુ ટોળે વળી રે લોલ !

ગરબે રમે મુકેશભાઈના ગોરી !

હાથડિયે હીરા જડ્યા રે લોલ !

ગરબે રમે અનિલભાઈના ગોરી

આંખડિયે અમી ઝરે રે લોલ !

ગરબે રમે મુકેશભાઈના ગોરી,

પગલડે પદમ જડ્યા રે લોલ !

ગરબે રમે અનિલભાઈના ગોરી,

મુખલડે મોતી ઝરે રે લોલ !

રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ,

ઝરુખડે દીવા બળે રે લોલ !              

            *****

Comments»

1. shivshiva - September 24, 2006

મઝા આવી ગઈ