jump to navigation

નવરાત્રી September 25, 2006

Posted by Jaydeep in રાસ-ગરબા.
trackback

આજે ત્રીજું નોરતું: ‘રંગ રસિયાનો રાસ’:

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો?

આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો… હો રંગ રસિયા

આજ અમે ગ્યાતા સોનીડાને હાટ જો,

આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા

આજ અમે ગ્યાતા મણિયારાને હાટ જો,

આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા

આજ અમે ગ્યાતાં કસુંબીને હાટ જો,

આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં…હો રંગ રસિયા

આજ અમે ગ્યાતાં મોચીડાને હાટ જો,

આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા

                  *********

આજ ગરબો બીજા સ્વરૂપમાં:

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો,

આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં જઈ કિધો?…હો રંગ રસિયા

અમે ગ્યાતાં કાંઈ નરસૈયાને ઘેર જો,

શામળિયો પરણાવતાં વ્હાણલા વહી રે ગયા… હો રંગ રસિયા

અમે ગ્યાતા કાંઈ બોડાણાને ઘેર જો,

ગાડામાં જાતાં રે વ્હાણલાં વહી રે ગયા… હો રંગ રસિયા

અમે ગ્યાતા કાંઈ મીરાંબાઈને ઘેર જો,

ચોપાટો રમતાં રે વ્હાણલાં વહી રે ગયા… હો રંગ રસિયા

                *********

Comments»

No comments yet — be the first.