દીકરીની વાત September 30, 2006
Posted by Jaydeep in મારી કવિતા.trackback
દીકરીની બે કવિતા:
જીવનને મહેંકવા દો
કળીઓને બાગમાં ખીલવા દો,
પક્ષીઓના ગાનમાં ચહેકવા દો,
ઝરણા સાથે ખળખળ વહેવા દો,
ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,
પારિજાતના સહારે લતાને પાંગરવા દો,
ગર્ભના અંધકારમાં પલતી દીકરીને
દિનનો ઉજાસ નિરખવા દો…
–જયદીપ
**********
મા,જરા વિચાર કરી જો,
તું પણ કોઈની દીકરી જ છે ને ?
તને જનમવા જ ના મળ્યું હોત તો ?
મા,હું તારી સહેલી બનીશ,
સુખદુ:ખની સાથી બનીશ,
મારે ઢીંગલીઓથી રમવું છે,
મારે કેટલું બધું ભણવું છે,
મારા સપના ને મારા અરમાન,
તું નહી સમજે, તો કોણ સમજશે ?
***
ને પિતાજી,
તમને હું શું કહું ?
દીકરી બની તેમાં મારો વાંક શો ?
છતાં પણ તમને વચન આપું છું :
હું ક્યારેય કોઈ જીદ નહીં કરું,
દીકરા કરતાયે સવાઈ બનીશ…
***
મારી જિજીવિષાએ તમને જગાડ્યા,
ગુસ્સે તો નથી થયાને?
પણ હું બીજું શું કરું ?
આ અંધકારમાં મને બીક લાગે છે,
દુ:સ્વપ્નો મને સતાવે છે,
મને સૂરજ જોવા નહી મળે?
શું મને જનમવા નહી મળે?
***
મને જનમવા તો દો…
–જયદીપ
***
સ્ત્રી ભ્રુણહત્યાના બહુ ચર્ચાતા વિષય સાથે સુસંગત.. સરસ રચના .
મને જનમવા તો દો…ખૂબ સરસ.ભ્રૂણહત્યા વિષે લખાયેલ મારી લઘુ કથા “પરમ સમીપે” માં મૂકેલ છે.આજે 21મી સદીમાં યે આ કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે છે.અને તે પણ કહેવાતા શિક્ષિત,સુધરેલા વર્ગ માં…આપણી કમનશીબી જ ને?