ચંદાને સંબોધન October 11, 2006
Posted by Jaydeep in ગઝલો, મને પ્રિય ગીતો-ગઝલો.trackback
આજે મારા પ્રિય કવિ કાન્તની એક ખૂબસૂરત ગઝલ:
તને હું જોઉં છું, ચંદા! કહે, તે જુએ છે કે?
અને આ આંખની માફક કહે, તેની રુએ છે કે?
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,
વખત હું ખોઉ તેવો શું; કહે, તે ખુએ છે કે?
સખી! હું તો તને જોતાં, અમે જોયેલ સાથે તે,
સ્મરંતા મા શકું સૂઈ! કહે, સાથી સુએ છે કે?
સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં,
હૃદયનાં ધોઉં છું પડ હું: કહે, તે ધુએ છે કે?
–કાન્ત
*********

ખૂબ જ સરળ અને સુંદર ગઝલ છે!!
enjoyed it very much!! thanks…
ઊર્મિની સાથે સહેમત થાઉં છું….