jump to navigation

પાનખર October 24, 2006

Posted by Jaydeep in મારી કવિતા.
trackback

autumn

ફરીથી દસ્તક દીધી,
પાનખરે કશ્મીર ઘાટીમાં.
હરિત પર્ણો સઘળા બનશે,
રાતાં હવે, શોભશે અતિસુંદર.
ખરી પડશે તુર્ત જ સુકાઈને,
મચાવશે આક્રંદ,
પગ તળે કચડાતાં.
નિરંતર ઘૂમતું સૃષ્ટિચક્ર,
લાવશે સઘન બરફવર્ષા;
ને પછી, વસંતાગમને:
કૂંણી કૂંપળો ફરી ફૂટશે,
સૃષ્ટિ સઘળી નવપલ્લ્વિત થશે.
નહિ આવે શું વસંત કદીયે,
ઘાટીજનોના વેરાન હૈયાઓ પર?

–જયદીપ

**********

Comments»

1. SV - October 24, 2006

Saras, well written.

On another note, I could not get the email in for_blog@yahoo.com , please resend the email to vaat.chit@gmail.com

Thanks.

SV

2. સુરેશ જાની - October 24, 2006

Excellant poem

3. nilam doshi - October 24, 2006

ખૂબ સરસ.વસંત જરૂર આવશે જ.આશા અમર છે .કૂણી કૂંપળો માનવ હ્રદય માં પણ જરૂર એક દિવસ ફૂટશે જ.

અભિનન્દન્

4. વિવેક - October 24, 2006

મોસમનું સારું છે, દર વર્ષે આવી તો શકે છે… ઊઠી ગયેલો વિશ્વાસ કદી મોસમની જેમ ફરી પાછો ક્યાં આવી શકે છે?

5. ઊર્મિસાગર - October 24, 2006

વાહ જયદીપ! ખૂબ જ સુંદર લખ્યું છે… થોડી પળો માટે તમે તો જાણે કાશ્મીરની ઘાટીમાં શેર કરાવી દીધી… અહીં અમેરીકાનાં મોસમનું વર્ણન કર્યુ હોય એવું જ લાગ્યું!!

અને નીલમઆંટીએ કહ્યું તેમ, ‘કૂણી કૂંપળો માનવ હ્રદય માં પણ જરૂર એક દિવસ ફૂટશે જ’…. ભલે એને જોવા આપણે હોઇએ કે ન હોઇએ!!

6. Ashish - October 26, 2006

jaroor aavshe!!!
very well written….