-ની યાદ છે December 7, 2006
Posted by Jaydeep in ગઝલો.trackback
કોઈને જોયા હશે—ની યાદ છે,
મેળવી ખોયા હશે—ની યાદ છે.
છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે—ની યાદ છે.
ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે—ની યાદ છે.
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે—ની યાદ છે.
-અહમદ મકરાણી
*********
very nice..
ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે—ની યાદ છે.
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે—ની યાદ છે.
-સરસ શેર…
[...] # કોઇને જોયા હશે – ની યાદ છે. [...]