સૂર્યને શિક્ષા કરો December 14, 2006
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.trackback
મૂક
વાતાયન મહીં ઊભી હતી
શ્યામા.
ગાલનાં અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.
માધુર્ય જન્માવી ગયો.
ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ !
ઉદરમાં.
*
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં કલાન્ત અને આકુલ
શ્યામા જોઉં છું, નતશિર
’કોણ છે આ કૃત્યનો કર્તા?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.
હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું:
’સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીયે તંગ ખેંચીને કહું છું:
’સૂર્યને શિક્ષા કરો.’
-લાભશંકર ઠાકર
કોઇ આ કાવ્યનો (ખાસ કરીને બીજા ભાગનો) આસ્વાદ કરાવશો?
અને અહીં ‘શ્યામા’ શાનું પ્રતીક છે… કંઇ ખબર ના પડી….
પ્રિય ઊર્મિ,
મારા મતે શ્યામા અને કુંતીની મનોદશા સમાન છે…
–જયદીપ
Labhshankar thaker ne ghana samaye vaMchava maLya
ray matha na samay na tanakha
ghani j sunder kruti
Abhar jaydipbhai
Laystaro upar jayine aje fari vanchu aa badhu
‘કુંતી’- એ એક શબ્દમાં આખી કવિતા સમજાઇ ગઇ…
… અને પછી જ કવિતાનો રસાસ્વાદ વધુ આવ્યો !
આભાર જયદીપ !