ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં February 20, 2007
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.trackback
ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં–
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ;
સાચાં તો યે કાચાં જાણે કાચના બે કાચલાં:
ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ;
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદભૂત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ;
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં:
ઊના રે પાણીનાં અદભૂત માછલાં.
– વેણીભાઈ પુરોહિત
* * * * * * * *
છીછરાં અને વળી અતાગ… સાચાં તો યે કાચાં… ઝેર ને અમરત… વિરોધાભાસોના સુયોગ્ય સમન્વયથી રચેલું સુંદર કાવ્ય…
સરસ…
આનું રસદર્શન કરાવશો?
દાદા, મને લાગે છે કે તમે મારી મજાક કરી રહ્યા છો…!!!!!
-જયદીપ
સુંદર કાવ્ય છે.
Samaan sheel vachneshu sakhyam /Our choices are similar .
Sorry: kINDLY READ : “VYASANESHU” .IN THE COMMENT ABOVE.