શબ્દ April 2, 2007
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.trackback
શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.
શબ્દ થઈ બેઠો દુર્ભૈદ્ય.
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.
શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરકૃતિ.
શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.
(અમદાવાદ 11-07-1967) – ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી એ જ કહ્યું હતું: “છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે”.
……… (મૌન)!!