Honeymoon April 27, 2007
Posted by Jaydeep in ગઝલો.trackback
આ જાંબલી ને ભૂરી શિરાઓ અને Honeymoon,
આ શ્વાસ શ્વાસ નામનો દરિયો ને Honeymoon.
‘અંધારું’ નામનો ઉતારી જોડો ઉંબરે,
આ ચાર ભીંત એટલે માળો ને Honeymoon.
ફૂંકાય છે પવનની જેમ બંધ બારીઓ,
ઝોકે ચઢેલો આંખનો દીવો ને Honeymoon.
નખરાળી ભીંત ’ચાટલા’માં ’ થોબડું’ જુએ,
ઝાકળનો હાથ, વાદળી રસ્તો ને Honeymoon.
ખાબોચિયું ભરાઈ ગયું કંઠની કને,
ખોવાઈ ગયો મોરનો ટહુકો ને Honeymoon.
જંગલ તો આંખ મીંચી અને હાંફતું રહ્યું,
વીફર્યા તરાપ મારતા સ્પર્શો ને Honeymoon.
-હર્ષદેવ માધવ
સરસ અભિવ્યક્તિ…
સુંદર રચના