દુઆ May 31, 2007
Posted by Jaydeep in કશ્મીર ડાયરી.2 comments
દરરોજ સવારે ચશ્મે-શાહી પાસે આવેલા મારાં ‘નિવાસસ્થાન’થી ઑફિસ જતી વખતે મુખ્ય માર્ગ પર દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) નો આ સંદેશ વાંચીને દિલ હંમેશા કશ્મીર માટે પ્રાર્થના કરે છે કે, હે અલ્લાહ ! કાશ, એ જલ્દી થાય…
‘અલ્લાહૂમ ઝ ફી અરઝિના બરકતહા વ ઝિનતહા વ સકનહા’…
યા અલ્લાહ ! દે હમારી ઝમીં મેં બરકત ઔર શાદાબી ઔર અમન…
માધવ રામાનુજ May 7, 2007
Posted by Jaydeep in ગઝલો.6 comments
એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો ?’ એવું ય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
-માધવ રામાનુજ
