વિજોગ August 28, 2007
Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.trackback
(સોરઠા)
ઘન અષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અંતરમાંહ્ય સાજણ! લખલખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચઢી,
વાદળની વણઝાર પલ પલ પલટે છાંયડી.
ઘમકે ઘૂઘરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અંતર ભરી ભરી ગાજતી.
નહિ જોવાં દિનરાત : નહિ આઘું ઓરુ કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તું હિ તું હિ એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોગે કેમ રે?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?
-મનસુખલાલ ઝવેરી
સુંદર રચના…