jump to navigation

અલવિદા… વાદી-એ-કશ્મીર October 15, 2007

Posted by Jaydeep in કશ્મીર ડાયરી.
trackback

મિત્રો,

વાદી-એ-કશ્મીરને અલવિદા કહેવાનો વખત આવી ગયો છે. મારી બદલી શ્રીનગર, કશ્મીરથી રાજકોટ, ગુજરાત ખાતે થઈ છે. હું 19મી ઓક્ટોબર, 2007ના રોજ કાર્યમુકત થઈ, 29મી ઓક્ટોબર, 2007ના રોજ રાજકોટ કાર્યાલયમાં કામકાજની શરૂઆત કરીશ. કશ્મીરમાં વીતાવેલો સમય તો ક્યારેય નહીં ભૂલાય. અહીં મળેલા મિત્રો અને  શીખેલા પાઠોએ જીવનને એક નવી જ રાહ બક્ષી છે, અને એ માટે કશ્મીર પોસ્ટિંગ હંમેશા માટે અવિસ્મરણીય બની રહેશે. kashmir_pic11.jpg

વતનવાપસીથી આ બ્લોગ પર સાહિત્યની સરવાણી વધારે જોશથી વહેશે એવી અપેક્ષા.

રાજકોટ જઈને આપને પુન: જલદીથી મળું એવી આશા સહ…….    જયદીપ ટાટમીયા, શ્રીનગર.

Comments»

1. SV - October 15, 2007

Wish you the very best in your new assignment!

And I am sure you will have more to say about the beautiful place than Albert Brooks, ” I was in Kashmir last weekend. Went to visit one of my sweaters.”

2. Chirag Patel - October 15, 2007

રોઝા ફીલ્મનું ગીત યાદ આવી ગયું, “યે હસીન વાદીયાં, યે ખુલા આસમાં…”.

રાજકોટમાંથી શબ્દો વહેવડાવો ત્યારે ફરી મળીશું.

3. ઊર્મિસાગર - October 15, 2007

એસ.વી.એ કહ્યું એમ ગુજરાતમાં જઈને પણ તમારી કશ્મીર-ડાયરી અમને વહેંચતા રહેજો… અને તમારી સાહિત્યની આ સરવાણીને હવે સરવાણી નહીં પણ એક નદીનાં રૂપમાં જોઈ શકીશું એ જ આશા સહ… એડવાંસમાં… કશ્મીરવતી અલવિદા… ને ગુજરાતવતી ‘ભલે પુન: પધાર્યા’!! :-)

4. કુણાલ - October 16, 2007

kashmir jevi jagya ne chhodvi pade e to jara vasamu j kahevaay…

pan kadaach tame kashmir thi kashmir mate jetlu share karta hata ena thi vadhu have kari shaksho eni yaad ma ne yaad ma…

best of luck for ur new career endevour