jump to navigation

આ માણસ બરાબર નથી… October 22, 2008

Posted by Jaydeep in ગઝલો.
trackback

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

                                                   – હિતેન આનંદપરા

હિતેન આનંદપરા અને પ્રવીણ ગઢવીની સુંદર અને અર્થસભર રચનાઓનો પરિચય કરાવવા બદલ જામનગરના મારા મિત્ર જેવા ‘કાકા’ ડૉ. સતીષ ટાટમીયાનો આભાર…

Comments»

1. pragnaju - October 22, 2008

સુંદર અભિવ્યક્તી
‘માણસ’ના નામે મારી તમારી જ વાત છે”
આ બે માણસોમાં કોની ઈચ્છા વધુ વાજબી કે સહાનુભૂતિને પાત્ર ગણવી તે સવાલ નથી –
પણ બે માણસો પોતપોતાનાં કારણોસર જ એકબીજાથી તદ્દન ઊલટું જ ઈચ્છી રહ્યા હોય તેવું બને છે. માણસો બે જ નથી. અસંખ્ય છે!

2. Bina - October 22, 2008

હિતેન આનંદપરા ની સુંદર અને અર્થસભર રચના……Very nice! Well said.
Also you are doing a very good work for Gujarati Sahitya! Bina
http://binatrivedi.wordpress.com/

3. Neela - October 26, 2008

Happy Diwali.
Happy New Year.

4. jayeshupadhyaya - December 20, 2008

saras gazal

5. જે લુચ્ચું હસે છે, જે ખંધું હસે છે, જરા એથી ચેતીને ચાલો, કે આખો શકુનિ એમાંથી ઝરે છે,આ માણસ બરાબર નથી. & - October 23, 2009

[...] લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી, એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી. સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર, એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી. ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે, બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી. વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો, કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી. જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો, કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી. – હિતેન આનંદપરા [...]