હરિ તમારી કટ્ટી November 27, 2008
Posted by Jaydeep in પ્રકીર્ણ.trackback
હરિ તમારી કટ્ટી
કડવી કડવી જિંદગી આપી વાત કરો ગળચટ્ટી!
લોકલ ટ્રેનમાં ઊભા રહીને એક દિવસ તો આવો
હું ય જોઉં છું કેમ કરીને બંસી તમે બજાવો
યાદ આવશે પળભરમાં તો ગયા જનમનાં ઘાવો
કાશી હો કે કુરૂક્ષેત્રે હો બધ્ધે પીડે અભાવો
દરેક યુગને માપવાની આ જુદી જુદી ફૂટપટ્ટી
…હરિ તમારી કટ્ટી
કદીક ધરતીકંપ કરાવો કદીક લાવો પૂર
અજગર જેવો દુકાળ દઈને કેમ ભીંસો ભરપૂર?
છાતીમાં છે ધબકારા પણ ધબકારામાં ઝૂર
નીર ખૂટ્યા છે ધરતીના ને નભના ખૂટ્યા નૂર
અડતાવેંત જ લોહી નીકળે એવી થઈ છે મટ્ટી
…હરિ તમારી કટ્ટી
-હિતેન આનંદપરા
વાહ, કયા બાત હૈ !
બ્લોગ ઘણા સમયથી અપડેટ થયો નથી, પણ તમારી અત્યાર સુધીની મહેનત, પસંદગી, અને પ્રેમ દેખાઇ આવે છે. અમારા માટે, પ્લીઝ, અપડેટસ્ જાળવી રાખજો!
એક વિનંતી: ગુજરાતીઓનુ સૌથી મોટું ઇ-મેઇલ ગ્રુપ
fun_4_amdavadi-Gujarati@yahoogroups.com છે, એમા આપ જયારે-જયારે બ્લોગ અપડેટ કરો ત્યારે જાણ કરતા રહેશો તો મારા જેવા અસંખ્ય ચાહકો અહીં દોડતા આવીને રસના ઘૂંટડા ભરી શકશે! [ અત્યારે પણ ઘણા બ્લોગ અપડેટની જાણકારી ત્યાંથી જ મળે છે.]
થેંક યૂ!
[ અભિપ્રાય લેખન- ફાયરફોકસ મા લિપિકાર એક્સટેન્શન ની મદદથી.]
[ આ બ્લોગ સુધી પહોંચવામાં funngyan ગુજરાતી ટુલબારની મદદ મળી.]
આભાર, ધર્મેન…!!!
hi, i think u have written a poem in a wonderful atmosphere…tht itself shows how aesthetically you think…
anyway, which Gujarati typing tool are you using…? is it user friendly..? is it consume more time..? because, recently i was searching for the user friendly Indian Language typing tool ( including Gujarati) and found “quillapd”
http://www.quillpad.in
i am sure it’ll definitely helps you to carry your thoughts to ur blog.
Let me know your opinion about it..
Protect and Popularize your Mother tongue.
Maa Tuje Salaam….
Hi Santosh,
I am using Unicode for typing in Gujarati.
-Jaydeep Tatmia.
i got to read good kavita of Hiten anandpara.i expect more and more the type of literature.
bahu sunder kavita
thank you very much for giving me good kavita