jump to navigation

આઘે કોઈ બોલાવે May 26, 2009

Posted by Jaydeep in પ્રકીર્ણ.
trackback

ઝાંખો પાંખો સાંજ તણો અજવાસ, ને આઘે કોઈ બોલાવે.
આંખો ખોડી ઊભું સૂકું ઘાસ, કે આઘે કોઈ બોલાવે.

પથ્થર પરથી ઝરણું લપસી જાય, ને આઘે કોઈ બોલાવે.
ફીણફીણમાં સૂરજ જો વીખરાય, કે આઘે કોઈ બોલાવે.

થરથર કંપે આતુર નમતી ડાળ, ને આઘે કોઈ બોલાવે.
હૈયે લાગે મલયપવનની ઝાળ, કે આઘે કોઈ બોલાવે.

ફાળ ભરંતી ટેકરીઓની હાર, ને આઘે કોઈ બોલાવે.
ટોચટોચની વચ્ચે ખુલ્લાં દ્વાર, કે આઘે કોઈ બોલાવે.

અધીર મારાં પહેલાં દોડ્યો જાય, ને આઘે કોઈ બોલાવે.
લંબાતો પડછાયો પહોંચે ક્યાંય, કે આઘે કોઈ બોલાવે.

નભ સાથે જીવ થાતો લાલમલાલ, ને આઘે કોઈ બોલાવે.
દરવાજાને હડસેલીને ચાલ, કે આઘે કોઈ બોલાવે.

–હર્ષદ ચંદારાણા

Comments»

No comments yet — be the first.