રસ્સીથી મુશ્કેટાટ બાંધીને લઈ જશે
વામન હો કે વિરાટ, બાંધીને લઈ જશે
બાકી હિસાબ સૌ બાકી રહી જશે
સૂના રહેશે હાટ, બાંધીને લઈ જશે
વાતો તિમિરની રેલાશે ઓરડે
બળશે ખૂણામાં વાટ, બાંધીને લઈ જશે
કલરવ બધો લઈને શમણાં ઊડી જશે
ખાલી ખખડશે ખાટ, બાંધીને લઈ જશે
પગલાં પડેલ સૌ વિરમી જશે પછી
ભીનો તડપશે ઘાટ, બાંધીને લઈ જશે
–સુરેન્દ્ર કડિયા
Advertisement
hello jaydeep sir, actually i just visited this blog but here the point is that i cannot view what is written in your blog as i don’t have the needed fonts so please can you tell me which fonts do you use so that i can view your site properly.
Thank you,
ND