Feed on
Posts
Comments

Archive for the ‘કશ્મીર ડાયરી’ Category

મિત્રો,
વાદી-એ-કશ્મીરને અલવિદા કહેવાનો વખત આવી ગયો છે. મારી બદલી શ્રીનગર, કશ્મીરથી રાજકોટ, ગુજરાત ખાતે થઈ છે. હું 19મી ઓક્ટોબર, 2007ના રોજ કાર્યમુકત થઈ, 29મી ઓક્ટોબર, 2007ના રોજ રાજકોટ કાર્યાલયમાં કામકાજની શરૂઆત કરીશ. કશ્મીરમાં વીતાવેલો સમય તો ક્યારેય નહીં ભૂલાય. અહીં મળેલા મિત્રો અને  શીખેલા પાઠોએ જીવનને એક નવી જ રાહ બક્ષી છે, અને એ માટે [...]

Read Full Post »

દરરોજ સવારે ચશ્મે-શાહી પાસે આવેલા મારાં ‘નિવાસસ્થાન’થી ઑફિસ જતી વખતે મુખ્ય માર્ગ પર દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) નો આ સંદેશ વાંચીને દિલ હંમેશા કશ્મીર માટે પ્રાર્થના કરે છે કે, હે અલ્લાહ ! કાશ, એ જલ્દી થાય…

‘અલ્લાહૂમ ઝ ફી અરઝિના બરકતહા વ ઝિનતહા વ સકનહા’…

યા અલ્લાહ ! દે હમારી ઝમીં મેં બરકત ઔર શાદાબી ઔર અમન…
                                                            -દુઆ-એ-રસૂલ (સ.અ.વ.) 

Read Full Post »

કશ્મીરની બરફવર્ષા
હર વર્ષે એ વિચારીને આવે છે
કે આ વખતે તો
આ શાપિત અને રક્તરંજિત ભૂમિના
ખૂનના ડાઘ મિટાવી જ દઈશ…
અને
દરેક વખતે થાકી હારીને
બધો જ બરફ પીગળી જાય છે
ને એ તમામ ડાઘ છે
પોતાની જીત પર મુસ્તાક…
                                      - જયદીપ
               *********

Read Full Post »

આજે 21મી ડિસેમ્બર. દર વર્ષે આ દિવસે વાદી-એ-કશ્મીરમાં ‘ચિલાઈ કલાન’ની શરૂઆત થાય છે. આ ચિલાઈ કલાન એટલે આજથી આવનારા ચાલીસ દિવસો સુધી ગાત્રો ગાળી નાખતી ઠંડીનો સમયગાળો. ચિલાઈ કલાન પૂરો થશે 31મી જાન્યુઆરીએ. 1લી ફેબ્રુઆરીથી 20 દિવસો માટે શરૂ થશે ‘ચિલાઈ ખુર્દ’. ચિલાઈ ખુર્દમાં ઠંડી થોડીક ઘટે છે. ત્યારબાદ, ઠંડીના 10 દિવસનો અંતિમ સમયગાળો, એટલે [...]

Read Full Post »

કશ્મીરની સંસ્કૃતિ તથા પરંપરા પર સૂફી ફિલસૂફીની ગાઢ અસર રહી છે. ઈરાન અને મધ્ય એશિયાના ફિલસૂફો દ્વારા અહીં સૂફી પરંપરાના પગરણ થયા. સ્થાનિક લોકો તો કહે છે કે, પહેલાં જ્યારે ઝઘડો થતો ત્યારે કાંગડી એ સૌથી મોટું ‘હથિયાર’ હતું. એટલે જ તો, કશ્મીરમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ રમખાણો થયા નથી. શાહ, ભટ, પંડિત, બઝાઝ, કૌલ, ચલ્લૂ, હન્ડૂ, [...]

Read Full Post »

દંતકથા અનુસાર એવું મનાય છે કે, પ્રાગૈતિહાસિક કાળમાં, હાલમાં જ્યાં કશ્મીર છે ત્યાં ‘સતીસર’ નામે એક વિશાળ પર્વતમંડિત સરોવર હતું. ‘જલાદભવ’ નામનો રાક્ષસ આ સરોવરની ઉત્તર-પશ્ચિમ દિશાએ પાણીના પ્રવાહને રોકીને બેઠો હતો. કશ્યપ ઋષિએ પોતાની સર્વ આધ્યાત્મિક શક્તિ આ રાક્ષસના સંહાર માટે ખર્ચી. ભગવાન શંકર પાસેથી કશ્યપ ઋષિને મળેલા વરદાનના પ્રતાપે, આ સરોવરનો પ્રવાહ વહેતો [...]

Read Full Post »