Posted in કશ્મીર ડાયરી, મારી કવિતા on January 4, 2007 | 3 Comments »
કશ્મીરની બરફવર્ષા
હર વર્ષે એ વિચારીને આવે છે
કે આ વખતે તો
આ શાપિત અને રક્તરંજિત ભૂમિના
ખૂનના ડાઘ મિટાવી જ દઈશ…
અને
દરેક વખતે થાકી હારીને
બધો જ બરફ પીગળી જાય છે
ને એ તમામ ડાઘ છે
પોતાની જીત પર મુસ્તાક…
- જયદીપ
*********
Read Full Post »
Posted in મારી કવિતા on December 15, 2006 | 2 Comments »
મારા કમરામાં લટકતી તારી તસવીર
એ પ્યારભરી આંખોને મંદ મંદ મુસ્કાન
જીવનની શાંત ક્ષણોમાં નિરખુ છું એને,
અપલક નેત્રે ને આશાભરી મૌન ભાષાએ:
ને અચાનક
સાકાર—નિર્મલ…
અને પછી,
ન તો કમરો છે, ન તો તસવીર અને ન તો હું,
છે તો બસ તું
તું અને તું…
–જયદીપ
*********
Read Full Post »
Posted in મારી કવિતા on October 24, 2006 | 6 Comments »
ફરીથી દસ્તક દીધી,
પાનખરે કશ્મીર ઘાટીમાં.
હરિત પર્ણો સઘળા બનશે,
રાતાં હવે, શોભશે અતિસુંદર.
ખરી પડશે તુર્ત જ સુકાઈને,
મચાવશે આક્રંદ,
પગ તળે કચડાતાં.
નિરંતર ઘૂમતું સૃષ્ટિચક્ર,
લાવશે સઘન બરફવર્ષા;
ને પછી, વસંતાગમને:
કૂંણી કૂંપળો ફરી ફૂટશે,
સૃષ્ટિ સઘળી નવપલ્લ્વિત થશે.
નહિ આવે શું વસંત કદીયે,
ઘાટીજનોના વેરાન હૈયાઓ પર?
–જયદીપ
**********
Read Full Post »
Posted in મારી કવિતા on September 30, 2006 | 2 Comments »
દીકરીની બે કવિતા:
જીવનને મહેંકવા દો
કળીઓને બાગમાં ખીલવા દો,
પક્ષીઓના ગાનમાં ચહેકવા દો,
ઝરણા સાથે ખળખળ વહેવા દો,
ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,
પારિજાતના સહારે લતાને પાંગરવા દો,
ગર્ભના અંધકારમાં પલતી દીકરીને
દિનનો ઉજાસ નિરખવા દો…
–જયદીપ
**********
મા,જરા વિચાર કરી જો,
તું પણ કોઈની દીકરી જ છે ને ?
તને જનમવા જ ના મળ્યું હોત તો ?
મા,હું તારી સહેલી બનીશ,
સુખદુ:ખની સાથી બનીશ,
મારે ઢીંગલીઓથી [...]
Read Full Post »
Posted in મારી કવિતા on September 4, 2006 | 2 Comments »
જુદાઈના દિવસોની યાદ ના અપાવ તું
મિલનની મહેંકને ઝાંખી ના બનાવ તું
કહેવાનું તો ઘણું સાચવ્યું છે હૈયામાં
બધુ સાથે જ સાંભળવાની જીદ ના કર તું
શું શું ગુમાવ્યું છે એ વસમા વિરહમાં
હિસાબ લગાવવાની ઉતાવળ ના કર તું
નિ:શબ્દ રાત્રિઓ ને સુના સુના દિવસો
એ શૂન્યાવકાશને અચાનક ભરી ના દે તું
–જયદીપ
**********
Read Full Post »
Posted in મારી કવિતા on August 21, 2006 | 2 Comments »
શાને આજે ઝીલ-દલ આટલું ખળભળે છે?
કે પછી મારી જેમ કોઈની યાદમાં તડપે છે?
સુના સૂના પહાડો અને વેરાન ભૂરું આકાશ
ચોતરફ સુનકારમાં ફક્ત મારું દિલ ધબકે છે
ખુલ્લી આંખે સપના જોતા હવે શીખવું પડશે
નીંદ મારી સાથે રોજ સાતતાળી કેમ રમે છે
પંખીઓનું ગાન છે કે છે વિરહનો શોર
આભાસ એવો થાય છે કે કોઈ મને પૂકારે [...]
Read Full Post »