jump to navigation

સાંસદોના પગાર-ભથ્થાં August 28, 2006

Posted by Jaydeep in પ્રકીર્ણ.
trackback

કેન્દ્રીય કર્મચારીઓ માટેનાં પાંચમાં પગાર પંચની સ્પષ્ટ ભલામણ હતી કે, છઠ્ઠા પગાર પંચની રચના ૨૦૦૩ સુધીમાં કરવી, પરંતુ, સરકારે હજુ હમણાં જ એની જાહેરાત (ફક્ત જાહેરાત માત્ર) કરી છે. જ્યારે, આપણાં માનનીય સંસદસભ્યોએ પોતાના પગાર અને ભથ્થાઓ વધારવાનો ખરડો અતિશય ઝડપથી પસાર કરી લીધો. છેલ્લે માનનીય સંસદસભ્યોના પગાર-ભથ્થાઓ ૨૦૦૧માં વધ્યાં હતાં. ખરેખર તો વધાર્યાં હતાં એમ કહેવું જોઇએ, કારણ કે તેમણે જાતે જ આ વિધિ કરવાની રહે છે.

જો આજ રીતે તેમનાં ભથ્થાઓ વધતા રહેશે તો સંસદસભ્ય બનવું એ સેવા કરવાને બદલે એક સરસ મજાની કારકીર્દિ બની જશે. સરસ મજાની એ માટે કે, તેઓએ તેમનાં કાર્યો અસરકારક રીતે પૂરાં કરવા એવું કોઈ બંધન નથી, બીજુ, તેઓએ વાર્ષિક ખાનગી રિપોર્ટ (CR) લખવાનો નથી. ફક્ત પાંચ વર્ષે આવતી ચૂંટણીમાં પ્રજાને મનાવવાની રહે છે, અને એ માટે ઠાલાં, પોકળ વચનોનો તોટો નથી.

તો ચાલો કરીએ એક વિહંગદ્રષ્ટિ, સંસદસભ્યોને મળતાં પગાર-ભથ્થાઓ ઉપર:

>માસિક પગાર રૂ. ૧૨૦૦૦થી વધીને રૂ. ૧૬૦૦૦ થયો,

> મતવિસ્તાર ભથ્થું રૂ. ૧૦૦૦૦થી વધીને રૂ. ૨૦૦૦૦ થયું,

> મતવિસ્તારમાં પ્રવાસ માટેનું ભથ્થું રૂ. ૮ પ્રતિ કિમીથી વધીને રૂ. ૧૩ પ્રતિ કિમી થયું,

> મફત વિમાન ટિકીટો ૩૨થી વધીને ૩૪ થઈ,

> અમર્યાદીત વાતાનુકૂલિત રેલ પ્રવાસ,

> નવી દિલ્હીમાં માસિક રૂ. ૨૫૦૦/= નાં ભાડાથી બંગલો, કે જેનું ભાડું લાખો રૂપીયા હોવું જોઈએ,

> વાર્ષિક ૫૦૦૦૦ યુનિટ સુધી વીજળી મફત, ૪૦૦૦ કિલો લીટર સુધી પાણી મફત,

> વાર્ષિક ૧૭૦૦0૦ કૉલ્સ સુધી ટેલીફોન મફત, મોબાઈલ મફત,

> ઑફિસ ભથ્થું રૂ. ૧૬૮૦૦૦ પ્રતિ વર્ષ,

> સત્રમાં હાજરી માટેનું ભથ્થુ રૂ. ૫૦૦થી વધી રૂ. ૧૦૦૦…

તદુપરાંત, સંસદસભ્યો ગૃહની ૧૯ અને વિવિધ વિભાગોની ૨૪ મળીને કુલ ૪૩ સમિતીઓના સભ્ય પણ હોય છે. એ સમિતીઓની બેઠકોમાં ઉપસ્થિત રહેવાનાં ભથ્થાઓ અલગ.  

હાથોહાથ, પૅન્શન પણ રૂ. ૩૦૦૦થી વધારીને રૂ. ૬૦૦૦ કર્યુ.

ભારતનું અર્થતંત્ર જોરમાં છે, એટલે પગાર-ભથ્થાઓ વધારો, વાંધો નહી… પરંતુ એક દ્રષ્ટિ અહીં પણ:

> ૧૯૫૧માં સંસદની ૧૫૦ બેઠકો થઈ હતી, ઘટીને ૨૦૦૩માં ૭૪ અને ૨૦૦૪માં માત્ર ૫૩ બેઠકો થઈ હતી.

> સંસદના સત્રમાં બેઠકનું ખર્ચ પ્રતિદિન રૂ. ૨૫ લાખ આવે છે.

> ખાસ પ્રસંગો સિવાય રાબેતા મુજબની બેઠકોમાં તમામ સભ્યો કદાચ ક્યારેય ઉપસ્થિત રહ્યાં નથી. ૧૧મી માર્ચ, ૨૦૦૬ ના રોજ ૫૪૦માંથી માત્ર ૨૦૩ સભ્યો લોકસભામાં ઉપસ્થિત હતાં. હાલની લોકસભામાં, સૌથી વધુ-૪૬૯ સભ્યો- ૪ જૂન, ૨૦૦૪ના રોજ ઉપસ્થિત હતાં.   હાલમાં અનાજ, કઠોળ, તેલ તથા શાકભાજીનાં ભાવ રૉકેટ ગતિએ વધ્યાં છે, ત્યારે સંસદની કૅન્ટિનનાં દર જુઓ: માંસાહારી ભોજન, કે જેમાં સૂપ, સલાડ, ચિકન કરી, ભાત અથવા રોટી સામેલ છે, તેનો દર છે રૂ. ૩૬.૩૦. જ્યારે શાકાહારી ભોજનનો દર રૂ. ૧૦.૯૦ છે. મટન બિરયાનીનો દર રૂ. ૨૪ અને ફ્રાઇડ ચિકનનો દર રૂ. ૧૮.૧૫ છે. નવાઈની વાત નથી કે, સંસદની વાર્ષિક સબસિડી રૂ. ૪ કરોડ છે.  ઘણાં સાંસદો જ્યારે પગાર-ભથ્થા વધારાની વાત આવે છે, ત્યારે તેનો સૈધ્ધાંતિક વિરોધ જરૂર કરે છે, પરંતુ, હજુ સુધી કોઈ સાંસદે પગાર-ભથ્થાનો વધારો સ્વીકારવાનો ઈન્કાર કર્યો હોવાની ખબર નથી…

Advertisements

Comments»

1. Bharat - December 22, 2017

मोदी साब 2018 मे घरेलु गैस की सबसीडी नाबुद करने जा रहे है, सोचो गरीब और मिडलक्लास लोगो के उपर कितना बोज बढेगा, क्या मोदीजी सिर्फ मध्मवर्ग के पैसो से विकास करना चाहता है, क्यो?? इन सांसद और धारासभ्य के पगार भत्थो मे कभी कटौति नही की जाती, मोदीजी अगर आप नये नये कायदे लाकर सिर्फ सामान्य पब्लिक को परेशान करोगे, तो कब तक आम जनता आपका साथ देगी, कुछ सोचो और समजो,


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: