jump to navigation

દીકરીની વાત September 30, 2006

Posted by Jaydeep in મારી કવિતા.
2 comments

દીકરીની બે કવિતા:  

જીવનને મહેંકવા દો

કળીઓને બાગમાં ખીલવા દો,

ક્ષીઓના ગાનમાં ચહેકવા દો,

રણા સાથે ખળખળ વહેવા દો,

ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,

પારિજાતના સહારે લતાને પાંગરવા દો,

ગર્ભના અંધકારમાં પલતી દીકરીને

દિનનો ઉજાસ નિરખવા દો

                                             –જયદીપ

          **********

મા,જરા વિચાર કરી જો,

તું પણ કોઈની દીકરી જ છે ને ?

તને જનમવા જ ના મળ્યું હોત તો ?

મા,હું તારી સહેલી બનીશ,

સુખદુ:ખની સાથી બનીશ,

મારે ઢીંગલીઓથી રમવું છે,

મારે કેટલું બધું ભણવું છે,

મારા સપના ને મારા અરમાન,

તું નહી સમજે, તો કોણ સમજશે ?

                 ***

ને પિતાજી,

તમને હું શું કહું ?

દીકરી બની તેમાં મારો વાંક શો ?

છતાં પણ તમને વચન આપું છું :

હું ક્યારેય કોઈ જીદ નહીં કરું,

દીકરા કરતાયે સવાઈ બનીશ…

                ***

મારી જિજીવિષાએ તમને જગાડ્યા,

ગુસ્સે તો નથી થયાને?

પણ હું બીજું શું કરું ?

આ અંધકારમાં મને બીક લાગે છે,

દુ:સ્વપ્નો મને સતાવે છે,

મને સૂરજ જોવા નહી મળે?

શું મને જનમવા નહી મળે?

                ***

મને જનમવા તો દો…

                                     –જયદીપ                

                ***

Advertisements

લતાદીદી September 28, 2006

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

આજે લતા મંગેશકરનો જન્મદિવસ છે. લતાદીદીને  લાખ લાખ શુભકામનાઓ.

આમ તો લતાદીદી વિષે એટલું બધુ લખાયું છે અને કહેવાયું છે કે ભાગ્યે જ કશું બાકી રહ્યું હોય. આમ છતાયે આજે થોડુંક અહીં મુકવાની ઈચ્છા રોકી શકાતી નથી.

દીનાનાથ મંગેશકરે પોતાના પાંચેય સંતાનોને સંગીતની તાલીમ આપી હતી, પરંતુ તેમના સંતાનો ફિલ્મ સંગીતનો હિસ્સો બને તેની વિરુદ્ધ હતાં. આમ છતાયે, લતાદીદીએ 1942માં એક ફિલ્મ માટે ગીત ગાયું હતું. પરંતુ, દીનાનાથજીને તેની જાણ થતાં તેઓએ તે ગીતને ફિલ્મમાંથી દૂર કરાવ્યું હતું. દીનાનાથજીનાં અવસાન બાદ, બડી મા ફિલ્મમાં નૂરજહાં, લતાદીદી અને આશાજીએ અભિનય કર્યો હતો. પોતાના અને આશાજીના ગીતો માટે લતાજીએ સ્વર આપ્યો હતો. ત્યારબાદ, ગુલામ હૈદર લતાજીને લઈને તે સમયના એક વિખ્યાત સંગીતકાર પાસે લઈ ગયા.  એ સંગીતકારે એવો અભિપ્રાય આપ્યો કે લતાજી પાસે એક સારા ગાયક બની શકવાની પ્રતિભા નથી. ગુલામ હૈદર ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કે, એક દિવસ લતા મહાન ગાયિકા બનશે જ અને તે લોકપ્રિયતામાં પણ નૂરજહાંને પણ પાછળ છોડી દેશેથોડા સમય બાદ, એટલે કે, 1949માં આવી ફિલ્મ મહલ કે જેમાનું લતાજીનું ગીત આયેગા આનેવાલા આજે પણ એટલું જ લોકપ્રિય છે. ત્યારબાદ શું થયું અને ગુલામ હૈદરની ભવિષ્યવાણી કેટલી હદે સાચી પડી એ ઈતિહાસ છે.                        

                                                                                *********************                                                                                

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ… September 28, 2006

Posted by Jaydeep in મને પ્રિય ગીતો-ગઝલો.
1 comment so far

આજે લતાદીદીના જન્મદિને તેમનું એક એવું ગીત કે જેની ફિલ્મ ક્યારેય રિલીઝ ના થઈ શકી. ગીતકાર છે ગુલઝાર અને સંગીતકાર છે મદનમોહન:

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ,

અપની બરબાદીઓ સે ડર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

સિલસિલા રોક બીતી બાતોં કા,

વરના તડપેગા ઉમ્રભર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

રાહ સૂનસાન હૈ અંધેરા હૈ,

કૈસે તય હોગા યે સફર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

તીર બરસાયે ચાંદ કી કિરનેં,

રાત કે નંગે જિસ્મ પર ઐ દિલ,

મેરે અશ્કો કા ગમ ના કર ઐ દિલ…

                    ***** 

નવરાત્રી September 25, 2006

Posted by Jaydeep in રાસ-ગરબા.
add a comment

આજે ત્રીજું નોરતું: ‘રંગ રસિયાનો રાસ’:

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો?

આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો… હો રંગ રસિયા

આજ અમે ગ્યાતા સોનીડાને હાટ જો,

આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા

આજ અમે ગ્યાતા મણિયારાને હાટ જો,

આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા

આજ અમે ગ્યાતાં કસુંબીને હાટ જો,

આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં…હો રંગ રસિયા

આજ અમે ગ્યાતાં મોચીડાને હાટ જો,

આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા

                  *********

આજ ગરબો બીજા સ્વરૂપમાં:

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો,

આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં જઈ કિધો?…હો રંગ રસિયા

અમે ગ્યાતાં કાંઈ નરસૈયાને ઘેર જો,

શામળિયો પરણાવતાં વ્હાણલા વહી રે ગયા… હો રંગ રસિયા

અમે ગ્યાતા કાંઈ બોડાણાને ઘેર જો,

ગાડામાં જાતાં રે વ્હાણલાં વહી રે ગયા… હો રંગ રસિયા

અમે ગ્યાતા કાંઈ મીરાંબાઈને ઘેર જો,

ચોપાટો રમતાં રે વ્હાણલાં વહી રે ગયા… હો રંગ રસિયા

                *********

નવરાત્રી September 24, 2006

Posted by Jaydeep in રાસ-ગરબા.
1 comment so far

આજે બીજા નોરતે,  ‘મસ્તાન’ રચિત અંબામાનો ગરબો અને તે જ ઢાળમાં એક લોક ગરબો:

અંબા  માનાં ઊંચા મંદિર નીચા મોલ,

ઝરૂખડે    દીવા    બળે   રે    લોલ…

અંબા  માના  ગોખ ગબ્બર અણમોલ,

કે   શિખરે   શોભા   ઘણી  રે   લોલ…

આવી     આવી    નવરાત્રીની  રાત,

કે   બાળકો   રાસ   રમે   રે   લોલ…

અંબે    મા   ગરબે    રમવા   આવો

કે   બાળ   તારાં   વીનવે   રે  લોલ…

અંબે    માને    શોભે    છે   શણગાર

કે     પગલે   કંકુ   ઝરે   રે    લોલ…

રાંદલમા     રાસે     રમવા    આવો

કે   મુખડે   ફૂલડાં   ઝરે    રે   લોલ…

બહુચર    ગરબે    રમવા      આવો

કે     આંખથી     અમી  ઝરે  રે લોલ…

મા   તારું    દીવ્ય   અનુપમ    તેજ

તે   જોઈ   મારી   આંખ  ઠરે  રે લોલ…

ગરબો      તારો     બાળ    ગવરાવે

કે  મસ્તાન   તારા  પાયે પડે રે લોલ…

                               -મસ્તાન

રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ,

ઝરૂખડે દીવા બળે રે લોલ !

રાધાગોરી, ગરબે રમવા આવો,

સાહેલી સહુ ટોળે વળી રે લોલ !

ગરબે રમે મુકેશભાઈના ગોરી !

હાથડિયે હીરા જડ્યા રે લોલ !

ગરબે રમે અનિલભાઈના ગોરી

આંખડિયે અમી ઝરે રે લોલ !

ગરબે રમે મુકેશભાઈના ગોરી,

પગલડે પદમ જડ્યા રે લોલ !

ગરબે રમે અનિલભાઈના ગોરી,

મુખલડે મોતી ઝરે રે લોલ !

રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ,

ઝરુખડે દીવા બળે રે લોલ !              

            *****

નવરાત્રી September 23, 2006

Posted by Jaydeep in રાસ-ગરબા.
2 comments

image028.jpg 

નવલા નોરતાંનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત અને ગરબાને ક્યારેય અલગ કરી શકાય નહી. અત્યારે યાદ આવે છે, અમદાવાદની નવરાત્રીની રાતો, કે જે ક્યારેક મિત્રોના સંગાથે આખી રાત ઘૂમવામાં ગાળી હતી… જે મિત્રો ગુજરાતમાં છે તેમને આગ્રહ, કે નોરતા ભરપૂર માણજો…

છેલછબીલો ગુજરાતી

કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,

ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝનકાર.

લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,

લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર.

લાંબો ડગલો ને મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,

બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી.

અરે, તન છોટું પણ મન મોટું, છે ખમરવંતી જાતિ,

ભલે લાગતો ભોળો હું તો છેલછબીલો ગુજરાતી…

***********************************

પરમ સમીપે September 21, 2006

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
1 comment so far

 મિત્રો,

આદરણીય કવિયત્રી કુન્દનિકા કાપડીયાનું આ કાવ્ય મને અતિશય પ્રિય છે. આ કાવ્ય જાણે હૃદય-આત્માને પ્રભુ સાથે જોડે છે. પ્રભુની કૃપા વિના આવી રચના શક્ય નથી. આપણે પણ પ્રભુની કૃપાને પાત્ર છીએ,  એટલે જ આવી રચના અનુભવી શકવા મળી છે:

     

આમ તો રોજરોજ અમે

તમારી પાસે કંઈકને કંઈક માગતા હોઈએ છીએ, પ્રભુ !

પણ આજે હું કશું માગવા નથી આવી.

હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં

તમારી પાસે નિરાંતે બેસવા આવી છું.

અને આમ બેસવામાં મને કેટલું ઊંડુ સુખ છે

તે કહેવા આવી છું.

કોઈ પણ સ્થુલ પ્રાપ્તિમાં જાણી ન હોય

એવી એક અસીમ અવર્ણનીય શાંતિ

મારી ઉપર ઉતરે છે.

એક ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે.

તમને ચાહવાનું આ કેવડું મોટું સુખ

તમે અમને આપ્યું છે !

મારા નેત્રો તમને નિહાળી શકતા નથી

પણ મારું અસ્તિત્વ તમારાંથી વ્યાપ્ત છે.

મારા મસ્તક પર હું તમારો હાથ મુકાતો અનુભવું છું.

મારા મોં ને અડતી આ હવામાં

તમારો વત્સલ સ્પર્શ પામું છું.

મારી કોઈ માગણી નથી,

મને કશાની જરૂર નથી,

હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવી છું.

આ સભર એકાંતમાં, ભગવાન !

તમે છો ને હું છું.

આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં,

પરમપિતા,

હું તમારે ચરણે મારું હૃદય મુકું છું.

                                            –કુન્દનિકા કાપડીયા   

 

‘મીઠી માથે ભાત’ અને ‘Lucy Grey’ September 8, 2006

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
10 comments

પ્રાથમિક શાળામાં ભણવામાં આવતું આ કાવ્ય, ત્યારે એટલી સમજણ ન હોવાં છતાંયે સ્પર્શી ગયેલુ. આજેય આ કાવ્ય વાંચતી વેળાએ હૃદયમાં મીઠી ! મીઠી !નાં પડઘા અચૂક પડે છે…  શ્રી વિઠ્ઠલરાય આવસત્થીના આ કાવ્યનું વિષયવસ્તુ અને અંગ્રેજકવિ વર્ડ્ઝવર્થના કાવ્ય ‘Lucy Grey’ નું વિષયવસ્તુ સમાન છે. બહાર ગયેલી મા ને બરફના તોફાનમાં મદદ કરવા માટે હાથમાં ફાનસ લઈને લ્યુસી નીકળી પડે છે અને આપણી મીઠીની જેમ ક્યારેય ઘરે પાછી ફરતી નથી…

                      (દોહા)

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,

ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,

રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,

મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,

વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,

રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,

બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર.

સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,

સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,

રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

                  (ભુજંગી)

કહે મા, મીઠી લે હવે ભાત આપું,

કીકો લાવ મારી કને, જા તું બાપુ.

હજી ઘેર આતા નથી તુજ  આવ્યા,

ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,

દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,

દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.

કહી એમ માથે લઈ ભાત ચાલી,

મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

                     (દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,

ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,

સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,

એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,

થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં ઝકડાઈ,

મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ !

વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂની બની સૌ વાટ !

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,

રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પ્હોંચી ઘેર પાંચો કરે મીઠી! મીઠી! સાદ :

મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.

પટલાણી આવી કહે: મેલી છે મેં ભાત,

મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,

કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,

ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,

ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ.

મીઠી ! મીઠી ! પાડતાં બૂમ ઘણી માબાપ,

જવાબ પાછો ના મળે તેથી કર વિલાપ.

પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,

તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?

મીઠી કાં મેલી ગઈ? બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,

મીઠી કેરી ઓઢણીપોકે પોકે રોય.

હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !

ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર.

નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,

મીઠી! મીઠી! નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,

તો પણ દેખા દે કદી મીઠે માથે ભાત.

                          —વિઠ્ઠલરાય આવસત્થી

LUCY GREY

Oft I had heard of Lucy Gray,
And when I cross’d the Wild,
I chanc’d to see at break of day
The solitary Child.
No Mate, no comrade Lucy knew;
She dwelt on a wild Moor,
The sweetest Thing that ever grew
Beside a human door!
You yet may spy the Fawn at play,
The Hare upon the Green;
But the sweet face of Lucy Gray
Will never more be seen.

“To-night will be a stormy night,
You to the Town must go,
And take a lantern, Child, to light
Your Mother thro’ the snow.”

“That, Father! will I gladly do;
‘Tis scarcely afternoon—
The Minster-clock has just struck two,
And yonder is the Moon.”

At this the Father rais’d his hook
And snapp’d a faggot-band;
He plied his work, and Lucy took
The lantern in her hand.

Not blither is the mountain roe,
With many a wanton stroke
Her feet disperse, the powd’ry snow
That rises up like smoke.

The storm came on before its time,
She wander’d up and down,
And many a hill did Lucy climb
But never reach’d the Town.

The wretched Parents all that night
Went shouting far and wide;
But there was neither sound nor sight
To serve them for a guide.

At day-break on a hill they stood
That overlook’d the Moor;
And thence they saw the Bridge of Wood
A furlong from their door.

And now they homeward turn’d, and cry’d
“In Heaven we all shall meet!”
When in the snow the Mother spied
The print of Lucy’s feet.

Then downward from the steep hill’s edge
They track’d the footmarks small;
And through the broken hawthorn-hedge,
And by the long stone-wall;

And then an open field they cross’d,
The marks were still the same;
They track’d them on, nor ever lost,
And to the Bridge they came.

They follow’d from the snowy bank
The footmarks, one by one,
Into the middle of the plank,
And further there were none.

Yet some maintain that to this day
She is a living Child,
That you may see sweet Lucy Gray
Upon the lonesome Wild.

O’er rough and smooth she trips along,
And never looks behind;
And sings a solitary song
That whistles in the wind.

                  –William Wordsworth

વંદે માતરમ… September 7, 2006

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

વગર વિચાર્યે ‘વંદે માતરમ’નો વિરોધ કરનારાંઓ માટે અલ્લામા ઈકબાલનો આ શે’ર સાદર…

                                      પથ્થર  કી  મૂરતોંમેં  સમઝા  હૈ તું ખુદા હૈ,

                                      ખાક-એ-વતન કા મુઝકો હર ઝર્રા દેવતા હૈ…

તું… September 4, 2006

Posted by Jaydeep in મારી કવિતા.
2 comments

જુદાઈના  દિવસોની યાદ ના અપાવ તું

મિલનની  મહેંકને  ઝાંખી ના  બનાવ તું

કહેવાનું  તો  ઘણું   સાચવ્યું  છે  હૈયામાં

બધુ સાથે જ સાંભળવાની જીદ ના કર તું

શું શું  ગુમાવ્યું  છે    વસમા  વિરહમાં

હિસાબ લગાવવાની ઉતાવળ ના કર તું

નિ:શબ્દ  રાત્રિઓ  ને  સુના સુના દિવસો

એ શૂન્યાવકાશને અચાનક ભરી ના દે તું

                                     –જયદીપ

              **********