jump to navigation

પરવીન શાકિર October 26, 2006

Posted by Jaydeep in परवीन शाकिर.
trackback

ઉર્દૂના પ્રખ્યાત કવિયત્રી પરવીન શાકિરનો જન્મ 24 નવેમ્બર, 1952ના રોજ કરાચી ખાતે થયો હતો. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પાકિસ્તાન સિવીલ સર્વિસમાં જોડાયા હતાં. એક ‘પાકિસ્તાની કવિયત્રી’ કહેવડાવવાનું તેઓને ક્યારેય પસંદ નહોતું. 14મી ઑગસ્ટ, 1947ના રોજ ખેંચાયેલી ‘રેડક્લિફ રેખા’ને તેમના કોમળ હૃદયે ક્યારેય સ્વીકારી નહોતી. એટલે જ તેમની કવિતાની ખુશ્બૂ કૃત્રિમ સરહદોની આરપાર હંમેશા મઘમઘતી રહી છે. પરવીન શાકિરની કવિતામાં નિકટતા અને ઉપેક્ષા વચ્ચેનો સંઘર્ષ જોવા મળે છે.

શીતળ સમીરની લહેરખી ફૂલને ચૂમે છે અને ખુશ્બૂનો જન્મ થાય છે. એ જ રીતે, 1976માં 116 કાવ્યો સાથે પરવીન શાકિરનો પ્રથમ સંગ્રહ ‘ખુશ્બૂ’ પ્રકાશિત થયો. એને ‘આદમજી ઍવોર્ડ’ પ્રાપ્ત થયો. ત્યાર બાદ, ક્રમશ: ‘સદ-બર્ગ’, ‘ઈન્કાર’ અને ‘માહ-એ-તમામ’ પ્રકાશિત થયા. રૂઢિચુસ્ત સમાજ ક્યારેય કલાની મુક્ત અભિવ્યક્તિને સ્વીકારતો નથી. પરવીન શાકિર અને તેમની શાયરી પણ ટીકાકારોથી બચી શક્યા નહીં; પરંતુ, પરવીને ક્યારેય નમતુ ન જોખ્યું.

પરવીન પોતાના જન્મને એક ‘કુદરતી અકસ્માત’ માનતા હતા અને વિધીની વિચિત્રતા જુઓ, ઈસ્લામાબાદમાં 26 ડિસેમ્બર, 1994ના રોજ એક જીવલેણ કાર અકસ્માતમાં જ ઉર્દૂ સાહિત્યજગતનો આ ઝળહળતો સિતારો આથમી ગયો.

‘પ્રેમ જ્યારે દૈહિક જરૂરિયાતોને અતિક્રમી જાય છે ત્યારે દીવ્ય સ્વરૂપ ધારણ કરે છે, અને સુંદરતા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે ત્યારે ‘ખુશ્બૂ’ બને છે…’

कुछ तो हवा भी सर्द थी, कुछ था तेरा खयाल भी
दिल को खुशी के साथ साथ, होता रहा मलाल भी

बात वो आधी रात की, रात वो पूरे चांद की
चांद भी ऐन चेत का, उस पे तेरा जमाल भी

सब से नज़र बचाके वो मुझको ऐसे देखते
एक दफा तो रुक गई, गर्दिश-ए-माह-ओ-साल भी

दिल तो चमक सकेगा क्या, फिर भी तराश के देख लो
शिशागरां-ए-शहर के हाथ का यह कमाल भी

मेरी तलब था एक शख़्स, वो जो नही मिला तो फिर
हाथ दुआ से यूं गिरा, भूल गया सवाल भी

शाम की नासमझ हवा पूछ रही है इक पता
मौज-ए-हवा-ए-कू-ए-यार कुछ तो मेरा खयाल भी

उसके ही बाज़ूओमें और उस को ही सोचते रहे
जिस्म की ख़्वाहिशो पे थे रूह के और जाल भी

-परवीन शाकिर

सर्द: નિષ્પ્રાણ, ઠંડી
मलाल: દુ:ખ, દર્દ
चेत:ચૈત્ર માસ
जमाल: સૌન્દર્ય, સુંદરતા
गर्दिश-ए-माह-ओ-साल: વર્ષની વિવિધ ઋતુઓ
शिशांगरा: કાચકામનો કારીગર
मुहाल: મુશ્કેલ, અશક્ય
मौज-ए-हवा-ए-कू-ए-यार: દોસ્તની ગલીમાંથી નીકળતી હવાની લહેરખી

Comments»

1. સુરેશ જાની - October 26, 2006

જયદીપભાઇ
મારા જેવા ઉર્દૂ થી અજ્ઞાતને માટે અઘરા શબ્દોના અર્થ આપશો તો અમે આવી ગઝલોને સારી રીતે માણી શકીશું .

2. ઊર્મિસાગર - October 26, 2006

Sundar…

Very good info…. vanchvani maja aavi.
Thanks for sharing… and keep sharing!!

3. વિવેક - October 27, 2006

કોઈ પણ ભાષાના ભાથામાં કવયિત્રીઓનો, સારી કવયિત્રીઓનો હંમેશા અભાવ જ જોવા મળશે. ઉર્દૂ ભાષાના નસીબમાં લખાયેલો એક સુંદર અપવાદ એટલે પરવીન શાકિર. દેખાવે સુંદર, માર્દવતાભર્યો કંઠ અને નજાકતભરી કલમનો ત્રિવેણી સંગમ એટલે જ પરવીન. એમની ગઝલમાં ક્યાંય કોઈ કૃત્રિમતા કદી નજરે પડતી નથી. સ્ત્રી હોવાના અહેસાસને લગીરે નજરઅંદાજ કર્યા વિના લખાયેલી એમની પ્રેમની સાહજિક ગઝલો હૃદયને એટલી નજીકથી અડે છે કે પુરુષપ્રધાન જમાનો એના જીવતેજીવ એને સ્વાકારી ન શક્યો. મારી પ્રિય શાયરાની સુંદર ગઝલ લઈ આવવા બદલ ખૂબ ખૂબ આભાર…

પરવીનના પોતાના મદીલા અવાજમાં એમની પોતાની ગઝલ સાંભળવા માટે એક લિન્ક આ સાથે આપું છું:

http://aligarians.com/category/poets/parveen-shakir/

4. Jaydeep - October 27, 2006

આભાર, વિવેકભાઈ…

5. nilam doshi - October 28, 2006

આભાર જયદીપભાઇ અને વિવેકભાઇ.
જયદીપભાઇ,વિશ્વ ગુજરાતી”પરમ સમીપે” માં માણ્યું?એમા” જયદીપનુ જગત “છે હો!!
જોયુ કે નહી?


Leave a comment