jump to navigation

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ December 19, 2006

Posted by Jaydeep in સાહિત્યનો ઈતિહાસ.
trackback

પૂર્વભૂમિકા:

 આજનાં ગુજરાતના મુખ્ય ભાગોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશોનો સમાવેશ થાય છે. કચ્છ એ પ્રાચીન નામ છે, સૌરાષ્ટ્ર એ પણ પ્રાચીન નામ છે જેને વચ્ચે થોડા સમય માટે કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાત પ્રદેશનું કોઈ એક નામ નહોતું. જુદા જુદા સમયે તે આનર્ત, લાટ, શૂર્પારક, અનૂપ અને અપરાન્ત જેવા નામોથી ઓળખાતો હતો. ગુર્જરોએ (ગુર્જરો શક્યત: શક જાતિના એક ભાગ હતાં) પાંચમી સદીમાં  હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો અને છઠ્ઠી સદીના અંત સુધીમાં પશ્ચિમ રાજસ્થાન અને આજનાં ઉત્તર ગુજરાતનો કબજો કરી લીધો. આ પ્રદેશ ગુર્જરાત્ર, ગુજ્જરત્ત, ગુર્જર દેશ જેવા નામોથી ઓળખાવા લાગ્યો. 8મી સદીના આરબ પ્રવાસીઓએ ગુર્જરનો ઉચ્ચાર જુઝ્ર કે ગુઝ્ર કર્યો. એમાંથી, કાળક્રમે ગુઝ્રાત અને 10મી સદી સુધીમાં ગુજરાત શબ્દ ચલણમાં આવ્યો.ત્યારબાદ, આ પ્રદેશની ભાષાને ગુજરાતી તરીકે ઓળખાવા માટે આશરે બીજા પાંચસો વર્ષ લાગ્યાં. નરસિંહ મહેતા પોતાની ભાષાને અપભ્રષ્ટ ગિરા કહે છે, પદ્મનાભ એને પ્રાકૃત કહે છે તો ભાલણ એને અપભ્રંશ કે ગુર્જર ભાષા તરીકે ઓળખાવે છે.  ભાષા તરીકે ગુજરાતીનો પ્રથમ સંદર્ભ આપણને આપે છે મધ્યકાલીન મહાકવિ પ્રેમાનંદ (1636-1734) અને ત્યારબાદ 1731માં લા ક્રોસ નામનો જર્મન પ્રવાસી.   

16મી સદી સુધી પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતની ભાષા લગભગ સમાન હતી. હા, બન્ને વચ્ચે બોલીગત જેવા કેટલાંક અનિવાર્ય તફાવતો જરૂર હતા. ડૉ. તેસ્સિતોરિ એ ભાષાને જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે ઓળખાવે છે, નરસિંહરાવ દિવેટિયા એને અંતિમ અપભ્રંશ કહે છે અને ઉમાશંકર જોશી એને મારુ-ગુર્જર તરીકે ઓળખાવે છે.  આ ભાષાનો વિકાસ ગૌર્જરીમાંથી થયો હોવાનું મનાય છે. પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રી માર્કંડેયના ઈ.સ. 1450ના ગ્રંથ પ્રાકૃત સર્વસ્વ અનુસાર પ્રાકૃતની 24  પૈકીની એક ગૌર્જરી હતી. ગુજરાત અને લાટ પ્રદેશના લોકોની ભાષા વિષેનો સૌપ્રથમ સંદર્ભ ઉદ્યોત્તનસૂરિના ઈ.સ. 788ના ગ્રંથ કુવલયમાલામાં અને ત્યારબાદ, આશરે ઈ.સ. 1000 આસપાસ લખાયેલા ભોજના ગ્રંથ સરસ્વતીકંઠાભરણમાં મળે છે. પરંતુ, આ બન્ને ગ્રંથોમાં એ સમયે ભાષાના વિકાસ અને સ્થિતિ વિષે કશી જ માહીતિ મળતી નથી.ઉત્તર અને મધ્ય ભારતની અન્ય ભાષાઓની જેમ, ગુજરાતી પણ ઈન્ડો-આર્યન કુળની ભાષા છે. તે સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશ જેવા મધ્યવર્તી તબક્કાઓ વટાવીને ઉતરી આવી છે. ગૌર્જર અપભ્રંશ ગુજરાતી અને વ્રજ તથા રાજસ્થાની ભાષાઓની પૂરોગામી છે.ઘણા બધા વિદ્વાનોએ હેમચંદ્રાચાર્ય (1088-1172)ના સમયથી માંડીને આધુનિક ગુજરાતી સુધીની વિકાસયાત્રાનો અભ્યાસ કર્યો છે. એમાં કેશવલાલ ધ્રુવે આપેલા વિકાસના નીચેના ત્રણ તબક્કાઓ સર્વમાન્ય છે:

  1. અપભ્રંશ કે જૂની ગુજરાતી: 10મી કે 11મી સદીથી 14મી સદી સુધી,
  2. મધ્યકાલીન ગુજરાતી: 15મી સદીથી 17મી સદી સુધી, અને
  3. આધુનિક ગુજરાતી: 18મી સદીથી શરૂ થયેલો તબક્કો

નરસિંહરાવ દિવેટીયાએ નીચે પ્રમાણે છ તબક્કાઓમાં ગુજરાતી ભાષાની વિકાસરેખા દોરી છે:

  1. અપભ્રંશ: વિક્રમ સંવત 950 સુધી,
  2. મધ્ય અપભ્રંશ: વિક્રમની 13મી સદી સુધી,
  3. અંતિમ કે ગુર્જર અપભ્રંશ: વિક્રમની 13મી સદીથી વિક્રમ સંવત 1550 સુધી,
  4. જૂની ગુજરાતી: વિ.સં. 1550થી વિ.સં. 1650
  5. મધ્યકાલીન ગુજરાતી: વિ.સં. 1650થી વિ.સં. 1750
  6. આધુનિક ગુજરાતી: વિ.સં. 1750થી આગળ

તો, કેશવરામ શાસ્ત્રી નીચે પ્રમાણે ગુજરાતી ભાષાની વિકાસરેખા આપે છે:

1.       ગૌર્જર અપભ્રંશ કે જૂની ગુજરાતી:(અ) પ્રથમ તબક્કો: ઈસુની 6ઠ્ઠી સદીથી 11મી સદી સુધી(બ) દ્વિતીય તબક્કો: 14મી સદીના પૂર્વાર્ધ સુધી

2.       ગુર્જર ભાષા કે મધ્યકાલીન ગુજરાતી: 14મી સદીના ઉત્તરાર્ધથી 17મી સદીના પૂર્વાર્ધ સુધી,

3.       આધુનિક ગુજરાતી:(અ) પ્રથમ તબક્કો: 17મી સદીના ઉત્તરાર્ધથી 19મી સદીના પ્રથમ 25 વર્ષો સુધી, અને   (બ) દ્વિતીય તબક્કો: હાલની ભાષા

                                                                                                                               વધુ હવે પછી…

Advertisements

Comments»

1. Vishal Monpara - December 20, 2006

Eagerly waiting for the next

2. hemantpunekar - December 20, 2006

સરસ લેખ જયદીપભાઇ, આવનારા લેખની ઈંતેજારી રહેશે.

3. જયદીપ - December 20, 2006

Thanks friends, I am happy that you like this effort.

-Jaydeep.

4. સુરેશ જાની - December 20, 2006

આ એક બહુ જ જરૂરી કામ તમે ઊપાડ્યું છે. અમારા જેવાને આ બધી કશી ખબર જ ન હતી.
આ પ્રક્રિયા ચાલુ જ રાખજો. આની કેટેગરી પ્રકીર્ણ ને સ્થાને ‘ સાહિત્ય ઇતિહાસ’ એવી રાખો તો આ આખી શ્રેણી એક સાથે મળી શકે.
ભાઇ શ્રી જુગલકિશોર આ વિષયના બહુ સારા જ્ઞાતા છે. તેમને સાથે રાખો તો વધારે સારું કામ થશે. હું તેમને આ બાબતમાં જણાવીશ.
ફરીથી ખૂબ ખૂબ અભિનંદન….

5. જયદીપ - December 20, 2006

આભાર, સુરેશભાઈ…

-જયદીપ.

6. amitpisavadiya - December 20, 2006

માહિતિ માટે આભાર જયદીપભાઇ …

7. હરીશ દવે - December 20, 2006

I appreciate your efforts, young man! .. Harish Dave Ahmedabad

8. jugalkishor - December 21, 2006

આ તો મઝા પડે એવું શરું થઇ ગયું ને શું, જયદીપભાઇ !તમે જ્યારે ‘દીપ’ પ્રગટાવ્યો જ છે ત્યારે એનો ‘જય’ઘોષ પણ થવો જોઇએ. આ સૌએ તમારા પ્રયાસને જે રીતે આવકાર્યો છે તે જોતાં આ નૅટજગતને એનો પણ સ્પર્શ થવો અને થતો જ રહેવો જોઇએ.

આપણા રામને તો આ બગાસું ખાતાં પતાસું મળ્યા જેવી વાત છે.તમને અભિનંદન તો ખરા જ પણ સાભારાભિનંદન !

હું એક વિભાગ મારા પાટિયા ઉપર આવા જ પ્રકારે શરુ કરવાનું વિચારતો હતો ; હવે અહીં જ એ બધું તમારા સહયોગે મૂકવા મથીશું.

મને કહેવા દો કે આપણી ભાષાના ઇતિહાસથી માંડીને એના વિકાસની અને એના ધૂરંધરોની કથાઓ રોમાંચિત કરી મૂકનારી છે. આ ભાષાના સેવકો અને એના આશ્રિતો (નર્મદને યાદ કરો, કેવું કહે છે:’આજથી તારે ખોળે છઉં’ ! )કોઇએ પોતે ભાષાના સ્વામી છે એવી વાત કરી નથી ! સરસ્વતિની કરવીણાના સુગ્રથિત અને સુસંકલિત તારોમાંથી ઝંકૃત થતા રહેલા સુમધુરા સ્વરોનું સહગાન અને પાન કરનારાં આપણાં અનેકાનેક સર્જકોને સંભારવાનું અને એને આપણા ખભે બેસાડીને અભિનંદવાનું ય જોજોને રોમાંચિત કરી મૂકશે !(સુરેશભાઇ તો 1000 આવા સારસ્વતોને પોતાના આંગણે આવકારીને સન્માનવાનો સંકલ્પ જ લઇ બેઠા છે,જાણે.)

આવો આપણ સૌ આ અને આવાં અનેક કાર્યો દ્વારા માતા સરસ્વતિની અને માતૃભાષાની યથાશક્તિ-યથામતિ સેવામાં તત્પર થઇએ.

આભાર,જયદીપભાઇ; આભાર સુરેશભાઇ; આભાર સૌ જ.ભાઇને આવકારનારાઓ!
–જુગલકિશોર.

9. વિવેક - December 21, 2006

સરસ શરૂઆત કરી છે… આપની મહેનત સાચે જ કાબિલ-એ-દાદ છે…

10. જયદીપ - December 21, 2006

સૌ સાહિત્યરસિક મિત્રોનો આભાર માનું એટલો ઓછો છે. આશા છે આપ સૌને આનંદ આવશે…
-જયદીપ.

11. manvantpatel - May 8, 2008

Aape mara anandni seema vatavi didhi chhe !Abhar !

12. જયદીપ ટાટમીયા - May 8, 2008

પ્રિય મનવંતભાઈ,

આપના પ્રતિભાવો વાંચી ખૂબ જ આનંદ થયો. મારા બ્લોગની આપની મુલાકાત આપના માટે આનંદદાયક રહી એ જાણી અતિશય આનંદ થયો…

–જયદીપ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: