jump to navigation

અવતરીશ વારંવાર January 28, 2014

Posted by Jaydeep in પ્રકીર્ણ.
trackback

મરીશ    વારંવાર,    અવતરીશ  વારંવાર

મોક્ષ ખપે ના મને હું પાછો ફરીશ વારંવાર.

હેમંતે    ધુમ્મસ     આંખોમાં   આંજી-આંજી

દ્રષ્ટિને   દ્રશ્યોથી    ઉભડક લેતો   માંજી

ઝાકળબિન્દુ આંખોમાં  હું ભરીશ  વાંરવાર.

તડકાનો   સંસ્પર્શ   મને   હું  ફાળો   રાખે

ઘ્રાણ  સતત   માટી-વાયુની  સોડમ ચાખે

સઘળું  ચાખી-ચાખી એંઠું કરીશ  વારંવાર.

આષાઢી   અવસરમાં   ભીતર મોર  ટહુકે

આંજી   દેતો   અંતરને   અજવાસ  ઝબૂકે

ટીપે-ટીપે   તારામાં   નીતરીશ   વારંવાર

હશે તું જ્યાં હું ત્યાં જ પ્રિયે! આવીશ ફરીથી

ફરી    ધરીને   દેહ તને  ચાહીશ   ફરીથી

હાથ  સુકોમળ ઝાલીને સંચરીશ વારંવાર.

                                  — નીરજ મહેતા

Comments»

1. nitaatkinson96479 - April 9, 2016

Elinize Sau011flu0131k u00c7ok Gu00fczel Bilgiler.. Click https://zhoutest.wordpress.com/

2. હરીશ દવે (Harish Dave) - December 15, 2016

તમે તમારા બ્લૉગ પર સુંદર કૃતિઓ મૂકી. પણ બે વર્ષથી તમારી ગેરહાજરી સાલે છે, જયદીપ ભાઈ! ફરી અહીં કાર્યરત બનો તેવી મને આશા છે. . . સત્વરે!

હરીશ દવે. અમદાવાદ


Leave a comment