jump to navigation

મારા વિશે…

મિત્રો,

મૂળ હું ચોરવાડ (જિલ્લો જુનાગઢ)નો વતની છું, પરંતુ ૧૯૯૧થી અમદાવાદનાં વસવાટને કારણે મન-વચન-કર્મથી અમદાવાદી બની ગયો છું. જુનાગઢની બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજનો ભૌતિકશાસ્ત્રનો સ્નાતક.  અમદાવાદ આવીને ૧૯૯૫મા બીજા પ્રયત્ને UPSC દ્વારા લેવાતી Civil Services Examination (જે IAS Examination તરીકે જાણીતી છે) પાસ કરી. સાહિત્યના શોખને કારણે આ પરીક્ષામાં એક વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતી સાહિત્ય પસંદ કર્યુ, અને સફળતા પણ મળી. આ સફળતામાં ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવન (સ્પીપા) ખાતે મળેલી તાલીમનો મોટો ફાળો છે. સ્પીપાના તે વખતના તાલીમ નિર્દેશક શ્રી ડંકેશભાઈ ઓઝાનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતનાં પ્રખ્યાત સાહિત્યકારો દ્વારા મળેલ સાહિત્યનો અમીરસ… જેને કારણે સાહિત્ય પ્રત્યેનું આકર્ષણ વધતુ જ ગયુ.

હા, Civil Services Examination પાસ કર્યા બાદ મને મેરીટ અનુસાર Indian Audit and Accounts Service (1996 Batch) મળી. Lal Bahadur Shastri National Academy of Administration, મસૂરી અને National Academy of Audit and Accounts, સિમલા ખાતે બે વર્ષની તાલીમ મળી. ત્યાર બાદ મુંબઇ, જયપુર, અમદાવાદમાં ફરજ બજાવ્યા બાદ હાલ હું શ્રીનગર, કાશ્મીર ખાતે ફેબ્રુઆરી, ૨૦૦૫થી ફરજ બજાવુ છું.  

મારા જેવી અંતર્મુખી વ્યક્તિ માટે બ્લોગ એક આશીર્વાદ સમાન છે…

Advertisements

Comments»

1. Neha - August 18, 2006

Dear Sir,

અભિનંદન !!

પ્રકૃતિ અને પ્રવૃતિ નું મિલન થાય ત્યારે હમેંશા સુંદર પરીણામો જ મળ્યા છે. કારિકીદૅ સાથે આપનો ગુજરાતી સાહિત્ય માટેનો પ્રેમ અને સાથે સાથે કુદરતનું સાનિધ્ય આ બ્લોગ ને વધારે જીવંત બનાવે તેવી મારી હાદિક શુભકામનાઓ..

2. Neha - August 18, 2006

Dear Sir,

અભિનંદન !!

પ્રકૃતિ અને પ્રવૃતિ નું મિલન થાય ત્યારે હમેંશા સુંદર પરીણામો જ મળ્યા છે. કારિકીદૅ સાથે આપનો ગુજરાતી સાહિત્ય માટેનો પ્રેમ અને સાથે સાથે કુદરતનું સાનિધ્ય આ બ્લોગ ને વધારે જીવંત બનાવે તેવી મારી હાદિક શુભકામનાઓ..

Neha

3. ઊર્મિ સાગર - August 21, 2006

Dear Jaydeep,

Nice to see your new blog… અભિનંદન!
Welcome to the world of Gujarati blogs!
અમે રહ્યા વતનથી દુર અને તમે વસો છો વતનમાં, એટલે તમારા બ્લોગ પર અવારનવાર વતનની ઝાંખી મળવાની લાલસા રહેશે. તમારી કારકિર્દીની સાથે સાથે તમારો આ બ્લોગ પણ ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ…

સસ્નેહ, “ઊર્મિસાગર”

4. અમિત પિસાવાડિયા - August 22, 2006

શ્રી જયદીપભાઇ ,
સુંદર બ્લોગ નુ સર્જન તમો એ કરેલ છે.
ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન.

5. સિદ્ધાર્થ - August 22, 2006

પ્રિય જયદીપભાઈ,

અભિનંદન

તમારા પ્રયત્નો અને લગન ફળી, અને સુંદર રીતે તમારા બ્લોગનો આરંભ થઈ ગયો છે.

તમને અંતરમનની શુભેચ્છાઓ…

તમારી શિક્ષણ અને પ્રગતિની વાતો પણ તમારા બ્લોગ પરથી જાણવા મળી….આવી રીતે જ વધુ ને વધુ લોકો નેટ પરના આ ગુજરાતી આંદોલનમાં જોડાય એ જ આશા.

સિદ્ધાર્થ

6. rdgujarati - August 23, 2006

રીડગુજરાતી તરફથી પણ આપને અભિનંદન.

7. gujarat1 - August 26, 2006

Dear Young friend!

Welcome to Gujarati Net World. All the Best!

Harish Dave (Ahmedabad)
http://gujarat1.wordpress.com

8. ashalata desai - September 6, 2006

Jaydeepbhai’
sunder blognu sarjen
all the best
Ashalata

9. Nishith - September 9, 2006

Welcom Sir,.
Nice to see ur blog. Nice collection.
Hope you will post regularly.

I request you to add my blog into your blog roll. My blog address is http://arsh.wordpress.com

10. Kartik Mistry - September 11, 2006

Nice Blog, જયદીપભાઇ.

Keep it up!

11. Jaydeep Tatmia - September 11, 2006

Dear Nishith,
Sure… I want to add your blog in my blogroll, but I could not get your e-mail address. I would defiantely do it.

Thanks to you also, Kartikbhai…

–Jaydeep.

12. Babu Desai "Naraj" - September 22, 2006

jaydeep sir its exellent…i am babu desai “naraj” ahmedabad….i do job in gujarat police froce ahmedabad city….i also creat my blog…..its…undermanitanans……..naraj.wordpress.com……

13. shivshiva - September 24, 2006

આપનું જગત સુંદર છે.

મેઘધનુષ તરફથી આપને સ્વાગત
ખૂબ ખૂબ શુભેચ્છાઓ

14. પંચમ શુક્લ - September 24, 2006

પ્રિય જયદીપભાઈ,
અભિનંદન અને શુભેચ્છાઓ…

જૂનાગઢનાં માણસને સાહિત્ય-કલા પ્રત્યે હોય એ સ્વાભાવિક છે.

આપ આપનું મૌલિક સર્જનઃ કવિતા, પ્રવાસવર્ણન, અનુભવો જે કૈ અનુકૂળ હોય એ પણ પિરસતાં રહેજો.

15. Chirag Patel - September 25, 2006

Dear Jaydeepbhai,

I read “chhel chhabeelo gujaratee” in you blog, and felt very much Gujarati! Thank you for sharing wonderful “garabaa”.

Hats off to you for your achievements.

Can you write some articles on science for school children (as you are physics graduate)? Please, visit http://www.vignyanvani.com

Regards,
Chirag
http://swaranjali.wordpress.com

16. nilam doshi - October 6, 2006

જયદીપભાઇ,
પ્રેમે કરીએ સ્વાગત આપનું,
“અંતરની વાણી”ની છે હાર્દિક વધાઇ
આનંદ છે આપના આગમનનો
સૌ સંગાથે નિતનિત નવુ કંઇક કરશુ
મૈત્રીની સોગાદથી સમૃધ્ધ બનીશું
લીલીછમ્મ શુભેચ્છાઓ સાથે.
“પરમ સમીપે”માં પણ મળીશું ને?
love and regards
http://paramujas.wordpress.com

17. Maheshchandra Naik - October 17, 2006

Dear jaydeepbhai,
You deserv all ABHINANADN as you ahve been in touh with GUJARAT SAHITYA inspite of busy schedule of responsibilities and in state of J&K.

18. vimal majithiya - October 21, 2006

Great work
all the best

19. vijayshah - November 27, 2006

જયદીપભાઇ,
પ્રેમે કરીએ સ્વાગત આપનું,
please visit my sites
http://www.gujaratisahityasarita.wordpress.com
http://www.vijayshah.wordpress.com

20. Jaydeep Vadher, Ahmedabad. - December 5, 2006

Dear Jaydeep sir,
very nice & awesome blogs I’ve ever read.
just keep going.

21. Jaydeep Vadher - December 5, 2006

Dear Jaydeep sir,
I m a student of Engineering college in A’bad. co-incidentally my name is also Jaydeep. I must say that very nice & awesome blogs I’ve ever read here. Heartly congratulations and wish u all the very best for upcoming future.

22. Vikram Bhatt - January 9, 2007

You are right. Introvard people may find blog activities useful.
Thanks for providing us interested matters thru this wonderful technological instrument.
With regards,
Vikram Bhatt

23. chirag - February 8, 2007

Kem chho bhai….

24. વિશ્વદીપ બારડ - March 30, 2007

welcome..I am very about your gujarati blog..keep up the goog work.
vishwadeep. http://www.vishwadeep.wordpress.com.. phoolwadi

25. jina - April 3, 2007

Keep it up Mr. Jaydeep!

26. Bharat - April 20, 2007

I never found such nice gujarati Blog on net. Nice collection !! I found many Kavitas and more here which i was searching everywhere. At one time i though i will never be able to get “Midhi mathe Bhat” poem and when i saw it here i was very delight.

Thanks Jaydeep.

27. dhavalrajgeera - April 27, 2007

VERY NICE WORK.
YOU ARE PRIDE OF GUJARAT AND GUJARATI.

28. પંચમ શુક્લ - June 27, 2007

આજે જ્યારે નેટ પર ઉંઝા-જોડણીનો પવન ફુંકાયો છે ત્યારે આપ આપના બ્લોગનાં હસ્તાંતરણ (ઉંઝાકરણ) થી બચી જશો તો આનંદ થશે

29. જયદીપ ટાટમીયા - June 29, 2007

ચોક્ક્સ, પંચમભાઈ,
તમે નોંધ્યુ હશે કે, અહીં ઊંઝા જોડણીનો બિલકુલ ઉપયોગ નથી. છતાંયે જોડણીની કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો ચોક્ક્સ ધ્યાન દોરશો. હું ઊંઝા જોડણીનો પુરસ્કર્તા નથી જ નથી…!!!

–જયદીપ.

30. પંચમ શુક્લ - June 29, 2007

You might like see the following debate and post your views:
http://pateldr.wordpress.com/2007/06/28/aavya_kane_chandrakant_sheth/#comments

31. Sunil Shah - July 18, 2007

(‘સન્ડે ઈમહેફીલ’ની ઉંઝાજોડણી જોઈ ઘણા મીત્રો પુછે છે કે આ ‘ઉંઝાજોડણી’ છે શું ? દરેકને અલગ અલગ લખવાને બદલે, મીત્ર બળવંત પટેલે તે વાત સંક્ષેપમાં લખી મોકલી છે તે જ રવાના કરીએ છીએ. આશા છે કે તેનાથી આછોપાતળો ખ્યાલ તો મળી જ રહેશે. પુષ્કળ સાહીત્ય પણ પ્રગટ થયું છે. રસ પડે અને વધુ જાણવા મન થાય તો સરનામું મોકલજો. સાહીત્ય પાઠવીશ…ઉત્તમ ગજ્જર….53–ગુરુનગર, વરાછા રોડ, સુરત–395 006)
ઉંઝાજોડણી
––બળવંત પટેલ
ઉંઝાજોડણી એટલે ગુજરાતી ભાષા પરીષદે (મુળે ‘ભાષા શુદ્ધીઅભીયાન’) તેના ઉંઝા અધીવેશનમાં ઠરાવ્યા મુજબ હ્રસ્વ અને દીર્ઘ એમ બબ્બે ‘ઈ–ઉ’ ને બદલે એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’વાળી જોડણી, જેમાં ‘ઈ’ માટે દીર્ઘ ‘ઈ’ (ી)નું વપરાતું ચીહ્ન અને ઉ માટે હ્રસ્વ ‘ઉ’ (ુ )નું વપરાતું ચીહ્ન અપનાવવાનું ઠરાવવામાં આવ્યું તે જોડણી .
વીસમી સદીના ત્રીજા દાયકા સુધી ગુજરાતી ભાષાની જોડણીમાં એકરુપતા ન હતી, કોઈ સર્વમાન્ય નીયમપુર્વકની વ્યવસ્થા ન હતી. આ માટેનો ઉહાપોહ નર્મદ–નવલરામના સમયથી ચાલતો હતો, પણ કોઇ એકમતી ઉભી થઈ શકતી ન હતી. ગાંધીજીએ 1929માં જોડણીના નીયમો નક્કી કરાવી ગુજરાત વીદ્યપીઠ દ્વારા જોડણીકોશ પ્રગટ કરાવ્યો. આ જોડણીકોશને ગુજરાતી સાહીત્ય પરીષદની 1936માં માન્યતા મળી અને સરકારની 1940માં. ગુજરાત વીદ્યાપીઠનો આ જોડણીકોશ સર્વમાન્ય થવામાં ગાંધીજીના પ્રભાવે ઘણું કામ કર્યું.
પરંતુ જોડણીના નીયમો બનાવવાથી ભાષકને સાચી જોડણી કરવાની ચાવી મળવી જોઈએ, સાચી એટલે કે માન્યજોડણી, બીનભુલ–જોડણી કરવાની તેનામાં જે ક્ષમતા ઉભી થવી જોઈએ તેવું બન્યું નહીં. તેનું કારણ નીયમોની આંટીઘુંટી, તેમાંય ‘ઈ–ઉ’ને લગતા નીયમો… આ નીયમો અંગે વીદ્વાનો કહે છે તે પ્રમાણે :
‘તદ્ભભવ શબ્દોમાં હ્રસ્વદીર્ઘ ‘ઈ–ઉ’ની જોડણીને લગતા નીયમો જુઓ. આ તે તંત્ર છે કે અતંત્ર એવો પ્રશ્ન થાય! ‘ઈ–ઉ’વાળા શબ્દોની અક્ષરસંખ્યા, એમાં ‘ઈ–ઉ’નું સ્થાન, યુક્તાક્ષરનું સાન્નીધ્ય, અનુસ્વાર–નીરનુસ્વારની સ્થીતી, અનુસ્વારની તીવ્રતા–મંદતા, મુળ શબ્દ છે કે સાધીત, નામીક રુપ છે કે આખ્યાતીક, આ બધાં પર આધાર રાખે છે. વળી વ્યુત્પત્તી, પ્રચલીતતા ને સ્વરભારનાં ધોરણો લાગુ પડે તે જુદાં !
‘ઈ–ઉ’ની જોડણી અંગેના આઠ નીયમો છે ને સાત અપવાદો છે અને સાત સ્પષ્ટીકરણ–નોંધો છે. જોડણીના નીયમો, ખાસ કરીને ‘ઈ–ઉ’ને લગતા, એક ઘડી પણ ચાલે તેવા નથી. સાક્ષાત બૃહસ્પતી પણ તેમાં સરળતાથી ગતી કરી શકે તેમ નથી.’
સમગ્રપણે જોતાં સ્થીતી એવી છે કે નીયમો આપણને અમુક હદ સુધી જ લઈ જાય છે; છેવટે કોશનું શરણું જ આપણે લેવાનું રહે છે. આ સ્થીતી પર શગ ચડાવે તેવી વાત એ છે કે કોશ પોતે જ પોતાના નીયમોનું ચોકસાઈથી પાલન કરી શક્યો નથી.
ભૃગુરાય અંજારીયાના શબ્દોમાં : ‘સાચી જોડણી લખવા–શીખવા–શીખવવા માગનાર માટે કોશ નથી કાનની દોરવણી રહેવા દેતો, નથી તર્કની દોરવણી રહેવા દેતો કે નથી પોતાના નીયમોની દોરવણી રહેવા દેતો. ’
જોડણીની જટીલતા મોટે ભાગે હ્રસ્વદીર્ઘ ‘ઈ–ઉ’ને કારણે છે. ભાષાના વીદ્વાનો અને ભાષાશાસ્ત્રીઓના મતે, ‘અર્વાચીન ગુજરાતી ઉચ્ચારણમાં ‘ઈ–ઉ’ વગેરે સ્વરોની હ્રસ્વતા–દીર્ઘતા વચ્ચેનું ભેદભાન જ નષ્ટ થયેલું છે. અર્થબોધ માટે મોટે ભાગે સ્વરોની માત્રા–ક્વૉન્ટીટી કશો ભાગ ભજવતી નથી એટલે તેમની હ્રસ્વતાદીર્ઘતા સુચવતાં બે લીપીચીહ્નો બતાવવાં જરૂરી નથી.’ પંડીત બેચરદાસ દોશી, પ્રબોધ પંડીત, કે. કા. શાસ્ત્રી, દયાશંકર જોશી, યોગેન્દ્ર વ્યાસ, પુરુષોત્તમ મીસ્ત્રી, જયંત કોઠારી અને બીજા ભાષાશાસ્ત્રીઓ પણ એક ‘ઈ–ઉ’ રાખવાના મતના છે. કે. કા. શાસ્ત્રીજીના વડપણ હેઠળ મળેલી ‘ગુજરાતી સાહીત્ય પરીષદ‘ની ‘જોડણીસુધાર સમીતી’એ 1987માં એક જ ‘ઈ–ઉ’ રાખવાનું સુચવ્યું હતું. પણ એ અહેવાલ કોઈ અગમ્ય કારણોસર અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો .
ઘણાં વર્ષો સુધી ગુજરાતી ભાષા શીખવતા શીક્ષકો અને પ્રૉફેસરોને પ્રતીત થતું રહ્યું કે વીદ્યાપીઠના નીયમો પ્રમાણેની જોડણી શીખવવામાં તેમના નીષ્ઠાપુર્વકના પ્રયત્નો પરીણામકારી નીવડ્યા નથી અને નીયમોની આંટીઘુંટી જોતાં તે પરીણામદાયી થઈ શકે તેમ પણ નથી. તેમને લાગ્યું કે નીયમો વીશે પુનર્વીચારણા કરી નીયમો સુધાર્યા વીના ચાલે તેમ નથી. આ અંગે વીદ્યાપીઠને ઘણી વીનંતીઓ કરવામાં આવી જે બહેરા કાને અથડાઈ. આવી વીનંતી કરનાર પૈકી વડનગરના પ્રા.રામજીભાઇ પટેલ (હાલ અમદાવાદ) અગ્રણી હતા અને તેમણે તે માટે એક ભેખધારીની જેમ પ્રયત્નો સતત ચાલુ જ રાખ્યા. પરંતુ વીદ્યાપીઠે તો એવું જક્કી વલણ અપનાવ્યું કે નીયમોમાં તો ફેરફાર થઈ જ ન શકે, કારણ કે ગાંધીજીની તેના પર મહોર વાગી છે, જો કે હકીકત એ છે કે ગુજરાતી સાહીત્ય પરીષદે વીદ્યાપીઠના કોશને માન્યતા આપી ત્યારે ગાંધીજીએ ખુદે જ કે. કા. શાસ્ત્રીજીને કહ્યું હતું, ‘આનાથી જોડણીસુધારાનાં દ્વાર બંધ થઇ જતાં નથી.’ વીશેષ, જોડણીકોશ તૈયાર કરનાર કાકા સાહેબ કાલેલકરે પણ કોશની પ્રથમ આવૃત્તીની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, ‘એક વાર અવ્યવસ્થામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ પછી સુધારા કરવા જ હોય તો તે કામ સરળ થઈ જાય છે.’ પરંતુ વીદ્યાપીઠના જોડણીકોશ વીભાગે જોડણી નીયમોની પુનર્વીચારણાનાં દ્વાર બંધ જ રાખ્યાં.
વીદ્યપીઠ કે સાહીત્યને લગતી સંસ્થાઓ આ બાબતે કંઈ કરવા તૈયાર નથી એમ પ્રતીતી થતાં શ્રી. રામજીભાઇએ જોડણીસુધારા માટે પરીષદ ભરવાની ઝુંબેશ ઉપાડી , જેમાં તેમને સુરતના ઉત્તમભાઇ ગજ્જરનો પ્રબળ સાથ મળ્યો. તેમની આ વાતને જયંત કોઠારી, દયાશંકર જોશી જેવા વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ અને શીક્ષકોનો સારો એવો ઉમળકાભર્યો પ્રતીસાદ મળ્યો અને જાન્યુઆરી 1999માં ઉંઝા મુકામે આ પરીષદ ભરાઈ. ઉંઝાની ઘણી સંસ્થાઓએ તે માટે સઘળી સગવડ કરી આપી અને આર્થીક સહયોગ પણ પુરો આપ્યો.
આ પરીષદમાં 250 ઉપરાંત વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ, શીક્ષકો, તંત્રીઓ, સાહીત્યકારો ઉપસ્થીત રહ્યા હતા, જેમાં ડૉ. નીશીથ ધ્રુવ જેવા અભ્યાસુ તબીબ અને લંડનના વીપુલ ક્લ્યાણી જેવા પત્રકાર અને સાહીત્યના કર્મશીલ એનઆરઆઇઓ પણ ઉપસ્થીત અને સક્રીય હતા.
બે દીવસની વીસ્તૃત અને સઘન ચર્ચાવીચારણાને અંતે પરીષદે સર્વાનુમતે ઠરાવ્યું :
•અખીલ ગુજરાત જોડણી પરીષદનો ઠરાવ•
ગુજરાતીમાં ‘ઈ–ઉ’ની જોડણીના પ્રવર્તમાન નીયમો અતાર્કીક અને ઘણી વીસંગતતાઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઈ–ઉ’નું હ્રસ્વત્વ–દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી હવે પછી તે નીયમો છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને ‘ઉ’ યોજવા. ‘ઇ’ માટે દીર્ઘ ઈ ( ી )નું અને ‘ઊ’ માટે હ્રસ્વ ઉ ( ુ )નું ચીહ્ન રાખવું.
(ઉંઝા: તા. 9–10 જાન્યુઆરી, 1999º
ઉંઝા મુકામે ભરાયેલ પરીષદમાં આ નીર્ણય થયો હોઈ આ પ્રમાણેની એક જ ‘ઈ–ઉ’વાળી જોડણી , ‘ઉંઝાજોડણી’ તરીકે ઓળખાય છે.
એ ખાસ નોંધપાત્ર છે કે જોડણીમાં એક ‘ઈ–ઉ’ માટેનો વીચાર નવો નથી. સરસ્વતીચંદ્રના લેખક અને વીદ્વાન તથા જોગાનુજોગ ગુજરાતી સાહીત્ય પરીષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ માધવરામ ત્રીપાઠીજીએ તેમ કરવા આગ્રહપુર્વક સુચવ્યું જ હતું. તે પહેલાં ભારતીય ભાષાઓ અને ભારતીય સાહીત્યનો વરસો સુધી જેમણે અભ્યાસ કર્યો હતો તેવા બે પ્રતીષ્ઠીત વીદેશી વીદ્વાનોએ, તેમની પણ પહેલાં કહ્યું હતું કે ગુજરાતી ભાષામાં દીર્ઘ અને હ્રસ્વ સ્વરોનો ભેદ રહ્યો નથી. આ વીદ્વાનો તે આર. એલ. ટર્નર અને લુડવીગ આલ્સ્ડોર્ફ. વીદેશી વીદ્વાનોને બાજુએ મુકીએ તો પણ ગોવર્ધનરામ ત્રીપાઠી સરખા ધુરંધર વીદ્વાન અને સરસ્વતીચંદ્ર જેવી મહાનવલના રચનારનું ‘ઉંઝાજોડણી’ને સમર્થન છે તે નોંધપાત્ર છે.

નોંધ:
આ એક જ સુધારા સીવાય હાલ કોઈ જ સુધારો સ્વીકારાયો કે કરાયો નથી. બાકીના બધા જ નીયમો ગુજરાત વીદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ મુજબ જ પળાય છે. ઠરાવ થયો તે જ દીનથી આણંદનું ‘મધ્યાંતર’ નામક એક દૈનીક અને વીસેક જેટલાં સામયીકો ઉંઝાજોડણીમાં પ્રકાશીત થાય છે. પચાસેક જેટલા લેખકોનાં સાઠેક જેટલાં પુસ્તકો એક જ ‘ઈ–ઉ’માં પ્રકાશીત થયાં છે અને દર મહીને પ્રગટતાં જાય છે. ગુજરાતીની ટોચની પ્રકાશન સંસ્થા જેવી કે ‘ઈમેજ પબ્લીકેશન’, સુરતની ‘સાહીત્ય સંકુલ’ જેવી ઘણી પ્રકાશન સંસ્થાઓ પણ હવે ઉંઝાજોડણીમાં પુસ્તકો પ્રકાશીત કરે છે. અને તેથી જ આ ‘સન્ડે ઈમહેફીલ’ પણ આ જ ‘ઉંઝાજોડણી’માં…

––બળવંત પટેલ, ગાંધીનગર
વીશેષ જાણકારી કે સ્પષ્ટતા માટે લખો:
બળવંત પટેલ, પ્લોટ : 667, સેક્ટર: 21, ‘પંચશીલ’ પાર્ક, ગાંધીનગર–382 021–ભારત
balvantpatel@icenet.net
‘શ્રુતી–ગુજરાતી યુનીકોડ’ ફોન્ટમાં અને ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન: ઉત્તમ ગજ્જર, : uttamgajjar@hoymail.com
January 26, 2006

“ઉંઝાજોડણી પરીષદ: એક દસ્તાવેજ”
નામે 200 પાનનો, રુપીયા 125ની કીંમતનો, એક ઐતીહાસીક દસ્તાવેજી ગ્રંથ, ‘ગુજરાતી ભાષાપરીષદ’ તરફથી હાલ પ્રગટ કરવામાં આવ્યો છે. 9-1૦ જાન્યુઆરી,1999ના દીવસો દરમ્યાન ઉંઝામાં ચાલેલી ‘જોડણીપરીષદ’–ચર્ચાના રેડીયો રેકોર્ડીંગ પરથી આ દસ્તાવેજ, છ વરસે, ભાષાપ્રેમી આદરણીય શ્રી. રતીલાલ ચંદરયાની પ્રેરણા અને આર્થીક સહયોગથી તૈયાર થયો. બધી બેઠકોમાંના સૌ વક્તાઓનાં મંતવ્યો અને ચર્ચા, બેઠકાધ્યક્ષોનાં વીદ્વત્તાપુર્ણ વ્યાખ્યાનો, ભાગ લેનાર વીદ્વાનોની નામાવલી વગેરે ઝીણીઝીણી વીગત તેમાં આપી છે. ભાષાનાં ભાવી વીકાસ–સુધારણા માટે આ ગ્રંથ એક માર્ગદર્શક કેડી સમ છે. ગ્રંથ મેળવવા લખો:
શ્રી.ઈન્દુકુમાર જાની,
મંત્રી,
‘ગુજરાતી ભાષાપરીષદ’, ‘ખેતભવન’, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ–380 027 ભારત
Shri. Indukumar Jani
Secretary,
Gujarati Bhasha Parishad,
‘Khetbhavan’ ,Near Gandhi Ashram,
Ahmedabad – 380 002
INDIA

32. ઊર્મિ - July 20, 2007

જયદીપ મારા બ્લોગની લિંક બદલી ને http://urmisaagar.com મૂકવા વિનંતી…

આભાર.

33. વિજયકુમાર દવે - December 15, 2007

જયદીપ જી,

નમસ્કાર.

આપના બ્લોગની પહેલી જ મુલાકાત મને પ્રભાવિત કરી ગઈ. હવે નિયમિત રીતે જોતો રહીશ.

હું પણ ગુજરાતી બ્લોગ ધરાવું છું. આશા છે આપ પણ તેની મુલાકાત લઈ સૂચનો / સુજાવો આપી તમારા અનુભવનો લાભ આપશો.

જો યોગ્ય લાગે તો આપના બ્લોગ પર રહેલ ગુજરાતી બ્લોગ જગતમાં તેને સમાવશો.

વિજયકુમાર દવે

34. Divyesh Amin - January 3, 2008

Dear Sir,

Congratulation !!

Amin here, I am very much happy to read your blogs. Beautiful creation..!

I migrate in Australia since Jan-07, but I always miss my Gujarat. When I read your blogs, for a moment I feel that I am in my ‘VATAN’.

35. Dr. Suketu Shah - February 7, 2008

Dear Sir,

Hello. From Dr.Satish Tatamia I came to know

about your name, & today I got your blogs,

Really it is nice , I like , & fan of tahuko.com.

Dr. Suketu, Jamnagar.

36. maganlal gadhia - February 22, 2008

Hi,
Jaydip saheb,
Apana saurashtra ma avia chho, te have Dr. satish tatamia na saga tarikhe odkhava nu kevu lage chhe ?

yours,

M.A. Gadhia, P.D.U. Medical College, Rajkot

37. Jaydeep Tatmia - February 22, 2008

ખુબ જ સારું લાગે છે, ગઢિયા સાહેબ…

38. Rajeshwari Shukla - April 9, 2008

Congratulation.
I am from Ahmedabad as well as from Junagadh..
Your blog is excellent.Leaving very far,you are in Guajarat and that to with our Matrubhasha-Guajarati.

39. jayesh upadhyaya - April 22, 2008

જયદીપ ભાઈ
બ્લોગ જગતનો નવો નવો પ્રવાસી છું અહીંની વ્યવસ્થાનો ધીરે ધીરે જાણકાર થતો જાઉં છું આપ્નો બ્લોગ અલગજ તરી આવે છે અભાર આવા સરસ બ્લોગના અવગત કરાવવા બદલ

40. manvantpatel - May 8, 2008

many good wishes ! You are a gem !

41. Himanshu - June 27, 2008

great !!
keep going!!
I really envy that you are being able to find time for pursuing something which close to your heart.

42. Niraj - July 14, 2008

Nice blog and keep it up 🙂 Happy to read your blog…

43. માવજીભાઈ - September 6, 2008

તમારો બ્લોગ મારા જેવા ઘણાંને જ્ઞાન અને પ્રેરણા આપે છે.

બે વર્ષથી વાચું છું.

એક વખત મારી સાઈટ http://www.mavjibhai.comની મૂલાકાત લઈ તમારા અભિપ્રાય/સૂચનોનો લાભ આપી શકો ?

-માવજીભાઈના પ્રણામ

44. Tarun Patel - September 6, 2008

Dear Mr. Jaydipbhai,

I hope this email finds you well!

I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat. I am an educationist by profession.

Also, I have been working online for more than 6 years now.

Blogging has been an integral part of my online existence.

I have started a new blogging community GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) where I plan to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.

So far I have posted 21 profiles of Gujarati Bloggers.

I invite you to have your profile posted on the community.

I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.

Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.

The questions are:

1. Please write 5-8 lines about you, your education and your hobbies.

2. When did you start your first blog?

3. Why do you write blogs?

4. How does blogs benefit you?

5. Which is your most successful blog?

6. Which is your most favorite blog?

7. Can I share your email id so that people can write to you? Y / N

I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.

It would be great if you could offer your suggestions for the improvement of this project.

Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

Have a great day!

Tarunkumar Patel

GujaratiBloggers.com/blog

tarunpatel.net

45. mansi mistry - September 20, 2008

I ma new to the world of blog.Your blog is really Amazing.As a Gujarati I am proud to hav a “saahityapremi” like u .Its unbelievable that u get a time to do all this.now i will visit ur blog regularly. very very nice blog.Very good collection of Gujarati saahitya.congrats!!!!!!!!!!!!!

46. wahgujarat - November 2, 2008

કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )

47. Pinki - November 22, 2008

after a loooong time read your blog

nice to read it again !!

48. KANTILAL KARSHALA - December 11, 2008

Dear Sir,
અભિનંદન !!

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

49. Rajesh Malam - December 25, 2008

Jaydeepbhai,

Nice to see u on blog. I m your neighbour in chorwad.

50. Jayswal Ila - April 15, 2009

Jaydeepsir,
Nice to visit yr blog.Keep it up!!

51. Deepak Pandya - November 2, 2009

Hi.. It was great to go thru the blog…!!

52. vicharjagat88 - December 5, 2009

વાહ જયદીપભાઈ ,
આપના બ્લોગ અને આપની સફળ કારકિર્દી ને કોટી-કોટી વંદન !!
– જગત ! (http://vicharjagat88.wordpress.com/)

53. Dr. Satish - December 17, 2009

Dear !
Kharekhar ghani vaar ichha thay k kash hu pan aavi badhi pravrutio kari shaku. Man ni ichha o puri kari shaku. Pan jindagi ni bhagdod ane “bahuj vadhi gayeli” jarooriyato puri karava ni mathaman ma atvata atvata matra rate thodu pasandagi nu music sambhali ane thoduk vanchi ne j santosh manavo pade chhe.
Shu karu k shu kari shakay ene badale have kyare kari shakay e prashna chhe.
Anyway u r really lucky that you can enjoy the life instead of just living it.
God bless you and give you hundreds of years to live so atleast we can see your activities and make us satisfied some.

54. Maganlal A. Gadhia - October 24, 2010

Hi,
Dear Tatamia Saheb,

Happy Diwali and best wishes for prosperous New Year

Gadhia

55. SUDHIRKUMAR ANILBHAI TATMIYA - January 22, 2012

આપના બ્લોગ અન આપની સફળ કારકિર્દી ને કોટી-કોટી વંદન !!
આપના બ્લોગની પહેલી જ મુલાકાત મને પ્રભાવિત કરી ગઈ. હવે નિયમિત રીતે જોતો રહીશ.
મૂળ હું ચોરવાડનો વતની છું,???????????
અમરેલી.

56. નિરવ ની નજરે . . ! - August 22, 2012

Nice blog , sir .

now following .

57. yuvrajjadeja - October 9, 2012

ખૂબ જ સુંદર બ્લોગ . નિયમિત આવતો રહીશ , મળતો રહીશ

58. Dolly poptani - September 15, 2016

Very Nice Work

59. Dolly poptani - October 20, 2016

૯ ઓકટોબર , ૨૦૦૯ કદાચ ક્યારેક જવાબ મળે ………

60. હરીશ દવે (Harish Dave) - December 23, 2016

Come back, Friend! Where are you? Plz resume your good work…

61. mansi halani - March 27, 2017

Congratulations sir……


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: