jump to navigation

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

પૂર્વભૂમિકાઆજનાં ગુજરાતના મુખ્ય ભાગોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશોનો સમાવેશ થાય છે. કચ્છ એ પ્રાચીન નામ છે, સૌરાષ્ટ્ર એ પણ પ્રાચીન નામ છે જેને વચ્ચે થોડા સમય માટે કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાત પ્રદેશનું કોઈ એક નામ નહોતું. જુદા જુદા સમયે તે આનર્ત, લાટ, શૂર્પારક, અનૂપ અને અપરાન્ત જેવા નામોથી ઓળખાતો હતો. ગુર્જરોએ (ગુર્જરો શક્યત: શક જાતિના એક ભાગ હતાં) પાંચમી સદીમાં  હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો અને છઠ્ઠી સદીના અંત સુધીમાં પશ્ચિમ રાજસ્થાન અને આજનાં ઉત્તર ગુજરાતનો કબજો કરી લીધો. આ પ્રદેશ ગુર્જરાત્ર, ગુજ્જરત્ત, ગુર્જર દેશ જેવા નામોથી ઓળખાવા લાગ્યો. 8મી સદીના આરબ પ્રવાસીઓએ ગુર્જરનો ઉચ્ચાર જુઝ્ર કે ગુઝ્ર કર્યો. એમાંથી, કાળક્રમે ગુઝ્રાત અને 10મી સદી સુધીમાં ગુજરાત શબ્દ ચલણમાં આવ્યો.ત્યારબાદ, આ પ્રદેશની ભાષાને ગુજરાતી તરીકે ઓળખાવા માટે આશરે બીજા પાંચસો વર્ષ લાગ્યાં. નરસિંહ મહેતા પોતાની ભાષાને અપભ્રષ્ટ ગિરા કહે છે, પદ્મનાભ એને પ્રાકૃત કહે છે તો ભાલણ એને અપભ્રંશ કે ગુર્જર ભાષા તરીકે ઓળખાવે છે.  ભાષા તરીકે ગુજરાતીનો પ્રથમ સંદર્ભ આપણને આપે છે મધ્યકાલીન મહાકવિ પ્રેમાનંદ (1636-1734) અને ત્યારબાદ 1731માં લા ક્રોસ નામનો જર્મન પ્રવાસી.    16મી સદી સુધી પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતની ભાષા લગભગ સમાન હતી. હા, બન્ને વચ્ચે બોલીગત જેવા કેટલાંક અનિવાર્ય તફાવતો જરૂર હતા. ડૉ. તેસ્સિતોરિ એ ભાષાને જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે ઓળખાવે છે, નરસિંહરાવ દિવેટિયા એને અંતિમ અપભ્રંશ કહે છે અને ઉમાશંકર જોશી એને મારુ-ગુર્જર તરીકે ઓળખાવે છે.  આ ભાષાનો વિકાસ ગૌર્જરીમાંથી થયો હોવાનું મનાય છે. પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રી માર્કંડેયના ઈ.સ. 1450ના ગ્રંથ પ્રાકૃત સર્વસ્વ અનુસાર પ્રાકૃતની 24  પૈકીની એક ગૌર્જરી હતી. ગુજરાત અને લાટ પ્રદેશના લોકોની ભાષા વિષેનો સૌપ્રથમ સંદર્ભ ઉદ્યોત્તનસૂરિના ઈ.સ. 788ના ગ્રંથ કુવલયમાલામાં અને ત્યારબાદ, આશરે ઈ.સ. 1000 આસપાસ લખાયેલા ભોજના ગ્રંથ સરસ્વતીકંઠાભરણમાં મળે છે. પરંતુ, આ બન્ને ગ્રંથોમાં એ સમયે ભાષાના વિકાસ અને સ્થિતિ વિષે કશી જ માહીતિ મળતી નથી.ઉત્તર અને મધ્ય ભારતની અન્ય ભાષાઓની જેમ, ગુજરાતી પણ ઈન્ડો-આર્યન કુળની ભાષા છે. તે સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશ જેવા મધ્યવર્તી તબક્કાઓ વટાવીને ઉતરી આવી છે. ગૌર્જર અપભ્રંશ ગુજરાતી અને વ્રજ તથા રાજસ્થાની ભાષાઓની પૂરોગામી છે.ઘણા બધા વિદ્વાનોએ હેમચંદ્રાચાર્ય (1088-1172)ના સમયથી માંડીને આધુનિક ગુજરાતી સુધીની વિકાસયાત્રાનો અભ્યાસ કર્યો છે. એમાં કેશવલાલ ધ્રુવે આપેલા વિકાસના નીચેના ત્રણ તબક્કાઓ સર્વમાન્ય છે:

  1. અપભ્રંશ કે જૂની ગુજરાતી: 10મી કે 11મી સદીથી 14મી સદી સુધી,
  2. મધ્યકાલીન ગુજરાતી: 15મી સદીથી 17મી સદી સુધી, અને
  3. આધુનિક ગુજરાતી: 18મી સદીથી શરૂ થયેલો તબક્કો

નરસિંહરાવ દિવેટીયાએ નીચે પ્રમાણે છ તબક્કાઓમાં ગુજરાતી ભાષાની વિકાસરેખા દોરી છે:

  1. અપભ્રંશ: વિક્રમ સંવત 950 સુધી,
  2. મધ્ય અપભ્રંશ: વિક્રમની 13મી સદી સુધી,
  3. અંતિમ કે ગુર્જર અપભ્રંશ: વિક્રમની 13મી સદીથી વિક્રમ સંવત 1550 સુધી,
  4. જૂની ગુજરાતી: વિ.સં. 1550થી વિ.સં. 1650
  5. મધ્યકાલીન ગુજરાતી: વિ.સં. 1650થી વિ.સં. 1750
  6. આધુનિક ગુજરાતી: વિ.સં. 1750થી આગળ

તો, કેશવરામ શાસ્ત્રી નીચે પ્રમાણે ગુજરાતી ભાષાની વિકાસરેખા આપે છે:

1.       ગૌર્જર અપભ્રંશ કે જૂની ગુજરાતી:

(અ) પ્રથમ તબક્કો: ઈસુની 6ઠ્ઠી સદીથી 11મી સદી સુધી

(બ) દ્વિતીય તબક્કો: 14મી સદીના પૂર્વાર્ધ સુધી

2.       ગુર્જર ભાષા કે મધ્યકાલીન ગુજરાતી: 14મી સદીના ઉત્તરાર્ધથી 17મી સદીના પૂર્વાર્ધ સુધી,3.       આધુનિક ગુજરાતી:

(અ) પ્રથમ તબક્કો: 17મી સદીના ઉત્તરાર્ધથી 19મી સદીના પ્રથમ 25 વર્ષો સુધી, અને   

(બ) દ્વિતીય તબક્કો: હાલની ભાષા.

 

 

                                                                                                         …… વધારે હવે પછી…

Comments»

1. Hiren Modi - March 7, 2007

This is Hiren Modi.

2. dharm - December 23, 2007

thank you very much for such a nice and researched description of Gujarati.

3. માવજીભાઈ - September 6, 2008

શ્રી જયદીપભાઈ,

તમારા સંશોધન દરમિયાન તામિલનાડુમાં સદીઓ પહેલા સ્થળાંતર કરી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ અંગે ક્યાંય કોઈ ઉલ્લેખ મળ્યો ?
તેઓ ખૂબ પછાત સ્થિતિમાં જીવે છે, છતાં પોતાની જુદી ઓળખ અને જુદી ભાષા જાળવી રાખી છે.

મેં યુનિકોડ ફોન્ટનું બંધારણ જોયું તો તેમાં ભારતની સંખ્યાબંધ જાણીતી/અજાણ ભાષા સાથે સૌરાષ્ટ્રી લિપિને પણ સ્થાન મળ્યું છે.

આ સૌરાષ્ટ્રી ભાષા અંગે આપણી હસ્તપ્રતોમાં કોઈ ઉલ્લેખ છે ?

-માવજીભાઈના પ્રણામ

4. RANMAL K PARMAR - October 21, 2009

JAYDEEPBHAI THANK YOU
HU HALMA FOLK DANCE SUBJEKT PAR PH.D. KARU CHU
APNI MAHITI KHOOB SARAS CHE
JALDITHI VADHU MAHITI MUKTA RAHO
HAPPY DIPAWADI&NEW YEAR
MY CONTEKT NO 09979850502
09426569480
MY WEB ambawadikalavrind.co.in

5. યશવંત ઠક્કર - February 13, 2010

જયદીપભાઈ,
બ્લોગજગતમાં આવી જાણકારી લઈને આવવા બદલ અભિનંદન.

6. vijayshah - July 26, 2010

abhinandan
haji vadhu aa vishaye lakhajo

7. sahadevgabu - September 15, 2010

Gujrati bhsha na udbhav ane vikash ni vat have pachhi karjo

8. NAVNIT PATEL Librarian - February 13, 2016

આ આભાર
તમારો અને ગુજરાતી ભાષાનો કે જેમને ,…..

9. Amit Tank - October 21, 2017

આગળ નો ભાગ વાચવા માટે ?


Leave a comment