jump to navigation

એકલું લાગે September 13, 2013

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

બધાં છે આમ તો ઘરમાં, છતાં કાં એકલું લાગે?

વસું પ્રત્યેક અક્ષરમાં, છતાં કાં એકલું લાગે?

સમય પણ પાથરે લાલ જાજમ માન આપીને

ઊભું છે વિશ્વ આદરમાં, છતાં કાં એકલું લાગે?

સફર આરંભથી સંગાથ પામ્યો કૈંક મિત્રોનો

હવે પહોંચ્યો છું આખરમાં, છતાં કાં એકલું લાગે?

ઘણાં વરસો પછી આવ્યો સ્મરણના કાફલા સાથે

ફરીથી એ જ પાદરમાં, છતાં કાં એકલું લાગે?

હતું અસ્તિત્વ એકાકી ટીપું જ્યારે હતો ત્યારે

ભળ્યો છું જઈને સાગરમાં, છતાં કાં એકલું લાગે?

                         

                                           —  ઊર્વીશ વસાવડા